AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં બસના દરવાજામાં ગળુ ફસાતા બાળકનું મોત,  CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ Video

Breaking News : વડોદરામાં બસના દરવાજામાં ગળુ ફસાતા બાળકનું મોત, CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2026 | 1:14 PM
Share

વડોદરામાં બસના દરવાજામાં ગળુ ફસાતા બાળકનું મોત થયું છે.સૂર્યનગર પાસે બસ રિપેરિંગના કારખાનામાં ઘટના બની છે.બાળકના મૃત્યુ પહેલાના અને બાદના CCTV ફૂટેજ સામે આવ્યા છે. દુર્ઘટનાના CCTV ગાયબ હોવાથી રહસ્ય ઘેરાયું છે.પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

વડોદરાના તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જતા સૂર્યનગર પાસે કરુણ ઘટના બની હતી. સૂર્યનગર પાસે બસ રીપેરીંગના કારખાનામાં ઊભેલી બસના દરવાજામાં ગળું ફસાતા બાળકનું મોત થયું છે. એસી રિપેરિંગ માટે આવેલી જે.જી.ટ્રાવેલ્સની બસમાં કરુણ ઘટના બની હતી. અંદાજે 7થી 8 વર્ષીય દિવ્યેશ રાકેશ રાઠવાનું કરુણ મોત થયું છે.

સીસીટીવી ફૂટેજ

બાળકના મૃત્યુ પહેલાના અને બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે બાળક કેવી રીતે બસના દરવાજામાં ફસાયું તે સમયના સીસીટીવી ફૂટેજ ગાયબ થતા ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાના મહત્વના આશરે 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી શંકા છે. બાળક બસના દરવાજામાં કયા સંજોગોમાં ફસાયું તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

 

 

કપુરાઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, સીસીટીવી સહિત તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.મહત્વના ફૂટેજ ગાયબ હોવા મુદ્દે પણ પોલીસ તપાસ કરશે. હાલ તો આ સમગ્ર ઘટનાનું રહસ્ય ઘેરાયું છે.

Breaking News : ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 6 થયો, 21 સામે ફરિયાદ 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">