AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં નિયમોના ધજાગરા! પરવાનગી વિના મેળો શરૂ થતા હોબાળો, રાઇડ્સની સુરક્ષા સામે સવાલ

Breaking News : રાજકોટમાં નિયમોના ધજાગરા! પરવાનગી વિના મેળો શરૂ થતા હોબાળો, રાઇડ્સની સુરક્ષા સામે સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2026 | 12:56 PM
Share

સરધાર વિસ્તારમાં મંજૂરી વિના મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતા હોબાળો મચી ગયો છે. છેલ્લા બે દિવસથી મેળો ધમધમી રહ્યો હોવા છતાં સંબંધિત તંત્ર પાસેથી જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં, તેને લઈને સવાલો ઊભા થયા છે.

રાજકોટના ભાવનગર રોડ પર સરધાર વિસ્તારમાં મંજૂરી વિના મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતા હોબાળો મચી ગયો છે. છેલ્લા બે દિવસથી મેળો ધમધમી રહ્યો હોવા છતાં સંબંધિત તંત્ર પાસેથી જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં, તેને લઈને સવાલો ઊભા થયા છે.

મંજૂરી વગર રાઈડ્સ ચાલુ કરવામાં આવી હોવાનો આક્ષેપ

મેળામાં મંજૂરી વગર સ્ટોલ્સ અને રાઇડ્સ શરૂ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો મેળામાં પહોંચતા હોય ત્યારે સુરક્ષાના નિયમોનું પાલન થયું છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

TRP કાંડ બાદ SOP તૈયાર કરાઈ હતી

રાજકોટમાં TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે મેળા અને રાઇડ્સના આયોજનને લઈને સુરક્ષા માટે SOP તૈયાર કરી હતી. મેળાના આયોજનમાં જરૂરી મંજૂરી, ફાયર સેફ્ટી, રાઇડ્સની સુરક્ષા સહિતના નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જોકે, સરધારમાં આ SOPના પાલન અંગે જ સવાલો ઊભા થયા છે. મંજૂરી વિના મેળો શરૂ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

દુર્ઘટના બને તો જવાબદારી કોની?

મેળામાં વિવિધ સ્ટોલ્સ ઉપરાંત રાઇડ્સ પણ શરૂ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં જો કોઈ રાઇડમાં ટેકનિકલ ખામી સર્જાય અથવા કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મંજૂરી વિના મેળો યોજાયો હોવાના આક્ષેપો અંગે સ્થાનિક તંત્ર શું કાર્યવાહી કરે છે અને SOPના પાલન અંગે કયા પગલાં લેવામાં આવે છે.

Breaking News : ભાવનગરમાં નકલી દારૂના મામલે વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળ્યો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

Published on: Aug 20, 2026 12:55 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">