AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: જે બુમરાહ-શમી જેવા દિગ્ગજો ક્યારેય કરી શક્યા નહીં, તે માનવ સુથારે માત્ર 2 ટેસ્ટમાં જે કરી બતાવ્યું

માનવ સુથારે ગાલે ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને યાદગાર જીત અપાવી. બીજી ઇનિંગમાં છ વિકેટ સહિત તેણે મેચમાં કુલ 10 વિકેટ ઝડપી. ખાસ વાત એ છે કે સુથારે માત્ર બીજી ટેસ્ટમાં જ એવી સિદ્ધિ મેળવી, જે ભારત સહિત વિશ્વના અનેક દિગ્ગજ બોલરો પોતાની લાંબી કારકિર્દીમાં પણ હાંસલ કરી શક્યા નથી.

| Updated on: Aug 19, 2026 | 5:15 PM
Share
ટીમ ઈન્ડિયાએ ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ભારતની આ જીતમાં 24 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથાર સૌથી મોટા હીરોમાંનો એક રહ્યો. તેણે પોતાની શાનદાર બોલિંગથી શ્રીલંકાના બેટ્સમેનોને સતત મુશ્કેલીમાં મૂક્યા.

1 / 5
મેચની બીજી ઇનિંગમાં સુથારે માત્ર 55 રન આપીને છ વિકેટ ઝડપી. ખાસ કરીને ઇનિંગની છેલ્લી ચાર વિકેટ તેણે માત્ર 10 બોલમાં ઝડપી હતી. આ પહેલાં પહેલી ઇનિંગમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી. આમ, સુથારે સમગ્ર મેચમાં કુલ 10 વિકેટ પોતાના નામે કરી.

2 / 5
સુથારની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની માત્ર બીજી મેચમાં જ એક ટેસ્ટમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. ભારતના ઘણા દિગ્ગજ બોલરો પણ પોતાની લાંબી ટેસ્ટ કારકિર્દીમાં આ સિદ્ધિ મેળવી શક્યા નથી.

3 / 5
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ઉપરાંત બ્રેટ લી, જોશ હેઝલવુડ, જેસન ગિલેસ્પી, ગેરી સોબર્સ અને જોએલ ગાર્નર જેવા દિગ્ગજ બોલરો પણ એક ટેસ્ટમાં 10 વિકેટ લેવાની સિદ્ધિથી વંચિત રહ્યા છે. સુથારે માત્ર બે ટેસ્ટમાં જ આ ખાસ સિદ્ધિ મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

4 / 5
સુથાર માટે આ ટેસ્ટ કારકિર્દીની બીજી મોટી સફળતા છે. અફઘાનિસ્તાન સામેની ડેબ્યૂ ટેસ્ટમાં તેણે એક ઇનિંગમાં છ વિકેટ સહિત કુલ સાત વિકેટ ઝડપી હતી. હવે બે ટેસ્ટની ચાર ઇનિંગમાં તેના નામે 17 વિકેટ થઈ ગઈ છે અને તેની બોલિંગ સરેરાશ માત્ર 11.35ની છે. (PC:X/BCCI)

5 / 5

IND vs SL: 10 વિકેટ લેવા છતાં માનવ સુથારને કેમ ન મળ્યો એવોર્ડ? પડિકલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી

દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ

દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ

ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!

10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં

ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ

કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન

સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?

g clip-path="url(#clip0_868_265)">