નવા લૂક અને મસાજર સીટો સાથે લોન્ચ થઈ Skoda Slavia: માત્ર ₹15,000 માં બુકિંગ શરૂ, જાણો તમામ હાઇટેક ફીચર્સ
સેડાન કારના શોખીનો માટે સ્કોડાએ નવી સ્લાવિયા ભારતીય બજારમાં રજૂ કરી છે. પાછળની સીટોમાં મસાજ ફંક્શન, 360-ડિગ્રી કેમેરા અને AI વોઇસ આસિસ્ટન્ટ જેવા પ્રીમિયમ ફીચર્સ સાથે કારનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.

સ્કોડા ઓટો ઇન્ડિયાએ આજે ભારતીય બજારમાં પોતાની નવી સેડાન કાર રજૂ કરી છે, જે સ્કોડા સ્લાવિયાનું અપડેટેડ મોડેલ છે. કંપનીએ નવી સ્લાવિયાના બાહ્ય લૂકમાં બહુ મોટા ફેરફારો નથી કર્યા, પરંતુ કારમાં ઘણા નવા અને આધુનિક ફીચર્સ ઉમેર્યા છે. જેથી હવે સ્કોડા સ્લાવિયા પહેલા કરતાં વધુ પ્રીમિયમ બની ગઈ છે. કંપનીએ કારનું સત્તાવાર પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે.(Image From: skoda-auto.co.in)

નવી સ્કોડા સ્લાવિયા Classic, Classic+, Signature, Sportline અને Prestige જેવા વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. આ વેરિઅન્ટ્સ ઉપરાંત કંપનીએ સ્પોર્ટી લૂક ધરાવતું 'Monte Carlo' ટ્રીમ પણ લોન્ચ કર્યું છે.(Image From: skoda-auto.co.in)

નવી સ્કોડા સ્લાવિયાના દમદાર ફીચર્સ: નવી સ્લાવિયાનું સૌથી મોટું અને આકર્ષક ફીચર તેનું રીઅર સીટ મસાજ ફંક્શન છે. લાંબી મુસાફરી દરમિયાન પાછળ બેઠેલા મુસાફરોને સંપૂર્ણ આરામ મળી રહે તે હેતુથી આ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત કારમાં 360 ડિગ્રી એરિયા વ્યૂ કેમેરા અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર સાથે 'Park Pilot' સિસ્ટમ મળશે.(Image From: skoda-auto.co.in)

કારની કેબિનમાં 10.25 ઇંચનું ડિજિટલ કોકપિટ (ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર) અને 10.1 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં વાયરલેસ Android Auto અને Apple CarPlay નો સપોર્ટ મળે છે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં AI આધારિત વોઇસ આસિસ્ટન્ટ પણ સામેલ છે. ગૂગલના 'Automotive AI Agent' ની મદદથી ડ્રાઇવર મ્યુઝિક, કોલ અને ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ માત્ર પોતાના અવાજ (વોઇસ કમાન્ડ) દ્વારા નિયંત્રિત કરી શકે છે.(Image From: skoda-auto.co.in)

સુરક્ષા (Safety) માં 5-Star રેટિંગ: સુરક્ષાની દ્રષ્ટિએ સ્કોડા સ્લાવિયાને Global NCAP ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ અને ચાઇલ્ડ પ્રોટેક્શન બંને માટે 5-Star સેફ્ટી રેટિંગ મળેલું છે. નવી કારના તમામ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ સહિત 25 થી વધુ એક્ટિવ અને પેસિવ સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યા છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટમાં 40 થી વધુ સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે.(Image From: skoda-auto.co.in)

એન્જિન અને ગિયરબોક્સ વિકલ્પો: નવી સ્કોડા સ્લાવિયામાં 1.0 લીટર TSI એન્જિન સાથે હવે 6-સ્પીડ મેન્યુઅલ ઉપરાંત નવું 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. જ્યારે 1.5 લીટર TSI એન્જિન સાથે કંપની પહેલાની જેમ જ 7-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સ ઓફર કરી રહી છે. ખાસ વાત એ છે કે 1.5 TSI વાળા વેરિઅન્ટમાં હવે પાછળના પૈડાંમાં પણ ડિસ્ક બ્રેક (Rear Disc Brake) મળશે, એટલે કે કંપનીએ આરામની સાથે-સાથે કારના ડ્રાઇવિંગ કંટ્રોલ અને બ્રેકિંગ પરફોર્મન્સ પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે.(Image From: skoda-auto.co.in)
Mahindra Scorpio N Pickup: ડેબ્યૂ પહેલા મહીન્દ્રાએ આપી ઝલક, Toyota Hilux ને આપશે ટક્કર!
