IND vs SA: જસપ્રીત બુમરાહે તોડ્યો મોટો રેકોર્ડ, છેલ્લા 7 વર્ષમાં આ બાબતમાં બન્યો નંબર 1
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું. બોલ સાથે તેની શરૂઆત એટલી મજબૂત હતી કે તેણે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો. બુમરાહે એવી સિદ્ધિ હાંસલ કરી જે છેલ્લા સાત વર્ષમાં કોઈ અન્ય બોલર હાંસલ કરી શક્યું નથી.

જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં પોતાની બોલિંગની મજબૂત શરૂઆત કરી હતી. તેણે મેચના પ્રથમ દિવસે પહેલા સત્રમાં જ એક મોટો રેકોર્ડ હાંસલ કર્યો. તેણે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે છેલ્લા સાત વર્ષમાં કોઈ અન્ય બોલર હાંસલ કરી શક્યું નથી.

કોલકાતા ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ ઈનિંગના પોતાના પહેલા સ્પેલમાં બુમરાહે દક્ષિણ આફ્રિકાના બંને ઓપનરોને આઉટ કર્યા અને મોટો રેકોર્ડ બનાવ્યો. ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહે 13મી વખત કોઈ ઓપનરને આઉટ કર્યો.

છેલ્લા સાત વર્ષમાં જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વભરના ઓપનરો માટે મોટો ખતરો બની ગયો છે. અને હવે તે 2018 થી ટેસ્ટમાં સૌથી વધુ વખત વિરોધી ટીમના ઓપનરોને આઉટ કરનાર બોલર બની ગયો છે.

અગાઉ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના નામે હતો, જેણે 12 વખત ઓપનરોને આઉટ કર્યા હતા. હવે જસપ્રીત બુમરાહ આ મામલે નંબર 1 બની ગયો છે.

બુમરાહે પહેલા રાયનને ક્લીન બોલ્ડ કર્યો અને પછી માર્કરામને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. બુમરાહે પોતાના પહેલા સ્પેલમાં દક્ષિણ આફ્રિકાના ઓપનરોને આઉટ કર્યા અને પહેલી ઈનિંગમાં કુલ 5 વિકેટ પણ લીધી. (PC : PTI / GETTY)
જસપ્રીત બુમરાહ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતનો નંબર 1 ફાસ્ટ બોલર છે. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
