ઓસ્ટ્રેલિયા સામેની ટી20માં થોડા માટે કરિયરની પ્રથમ હાફ સેન્ચુરી ચૂકી ગયો ધોનીનો આ ધુરંધર
ભારત ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીમાં પ્રથમ મેચથી જ રિંકુ સિંહ શાનદાર પ્રદર્શન આપી રહ્યો છે. સીરિઝની ચોથી મેચમાં ધોનીનો ધુરંધર આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ ફિફ્ટી કરતાં રહી ગયો. જોકે હાલ સુધીની 3 મેચમાં રિંકુનું આઉટ સ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ રહ્યું છે.

આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે ચોથી મેચ રમાઈ જેમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું.

રિંકુ સિંહે જીતેશ શર્મા સાથે પાર્ટનરશીપ કરી છે. જે ઇનિંગની સૌથી મોટી પાર્ટનરશીપ છે. જેમાં તેને 19 બોલમાં માં 35 રન બનાવ્યા છે. મહત્વનુ છે કે રિંકુ સિંહે જીતેશ સાથે 32 બોલમાં 56 રનની પાર્ટનરશીપ કરી છે.

રિંકુ સિંહની આજે ચોથી ટી20 એ ઇન્ટરનેશનલ 8 મી મેચ હતી. જેમાં તેને 46 રન કર્યા છે. જે અત્યાર સુધીનો તેનો હાઇસ્કોર છે. રિંકુ એ 104 ડોમેસ્ટિક મેચ પણ રમી છે. જેમાં 2 હજારથી વધુ રન કર્યા છે. જેમાં 171 ફોર અને 102 સિક્સ મારી છે.

મહત્વનુ છે કે રિંકુ સિંહને ભવિષ્યનો ધોની માનવમાં આવે છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં રિંકુ સિંહે અંતિમ બોલમાં સિક્સ ફટકારી હતી. પરંતુ નો બોલને કારણે તેની આ સિક્સ જીત માટે કામ આવી ન હતી.

પહેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રિંકુની આ સ્ફોટક ફિનિશે બધાને રોમાંચિત કરી દીધા અને રિંકુ પણ ખુશ થઈ ગયો હતો ત્યાર બાદ ખબર પડી કે રિંકુની સિક્સર પણ ગણાઈ નહોતી. જેના કારણે રિંકુને 6 રનનું નુકસાન થયું હતું. જો કે, રિંકુને તેનું ભાગ્યે જ દુખ થયું હશે, કારણ કે તેણે તે કામ કર્યું હતું જેના માટે તેને ટીમમાં રાખવામાં આવ્યો હતો. તેને ટીમમાં ફિનિશર તરીકે રાખવામાં આવ્યો છે.
