ટીમ ઈન્ડિયાએ હેડ કોચ ગૌતમ ગંભીરને આપી બર્થ ડે ગિફટ, આવો છે પરિવાર
ટીમ ઈન્ડિયાના હેડ કેચ 14 ઓક્ટોબર 2025ના રોજ પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ દિવસે ભારતે વેસ્ટઈન્ડિઝને દિલ્હી ટેસ્ટમાં હરાવી 2 મેચની સીરિઝ 2-0થી જીતી છે. ત્યારે આ જીત હેડ કોચ માટે કોઈ ગિફટથી ઓછી નથી. તો આજે તેના જન્મદિવસ પર તેના પરિવાર વિશે જાણીએ.

ગંભીરે ભારતીય ક્રિકેટ ટીમને ઘણી યાદગાર જીત અપાવી છે. ગંભીર પણ પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. તેમના પરિવાર સાથેના તેમના ફોટા સમયાંતરે સોશિયલ મીડિયા પર આવતા રહે છે.

ગૌતમના પિતા દીપકનો કાપડનો વ્યવસાય હતો, જ્યારે માતા સીમા ગૃહિણી છે. ગંભીરની બહેન એકતા તેનાથી ત્રણ વર્ષ નાની છે. એકતાના લગ્ન 3 ડિસેમ્બર, 2009ના રોજ દિલ્હીમાં થયા હતા.14 ઓક્ટોબર 1981ના રોજ દિલ્હીમાં જન્મેલા ગૌતમ ગંભીર પોતાના પરિવારને ખૂબ જ સમર્પિત છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર શનિવાર એટલે કે 14 ઓક્ટોબરે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગૌતમ ગંભીર એક એવો વ્યક્તિ છે જેની વિચારસરણી સ્પષ્ટ છે. તે એક ઉત્તમ ક્રિકેટર પણ રહ્યો છે. તેનો રેકોર્ડ અને બે વર્લ્ડ કપ ટાઇટલ આનો પુરાવો છે. આ સિવાય ગંભીરે ભારતીય ક્રિકેટ ટીમને ઘણી યાદગાર જીત અપાવી છે.

ગંભીર પણ પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. તેમના પરિવાર સાથેના તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. ગંભીર માત્ર તેના ક્રિકેટ માટે જ નહીં પરંતુ અન્ય કાર્યો માટે પણ ચાહકોનો હીરો રહે છે.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની પત્ની નતાશા જૈન ગંભીર ખૂબ જ સુંદર છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ગંભીર તેની પત્ની નતાશા અને બે પુત્રીઓ અઝીન-અનાઈજા સાથે રહે છે. ગંભીર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતો રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

ગૌતમ અને નતાશાના લગ્ન 28 ઓક્ટોબર 2011ના રોજ થયા હતા. લગ્ન પહેલા બંન્ને ખાસ મિત્રો હતા. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે.સુંદરતાની વાત કરીએ તો નતાશા જૈન બોલિવૂડની હિરોઈનોને ટક્કર આપે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
