AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી મૂળના 16 વર્ષના નીલ પટેલની ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા સ્ટાર

ભારત સામે રમાનારી મલ્ટી-ફોર્મેટ શ્રેણી માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અંડર-19 ટીમ જાહેર કરી છે. આ ટીમમાં 16 વર્ષના ભારતીય મૂળના નીલ પટેલને સ્થાન મળતા તેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ગુજરાતી મૂળ ધરાવતા આ યુવા ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે અને હવે તેને પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક મળી છે.

ગુજરાતી મૂળના 16 વર્ષના નીલ પટેલની ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા સ્ટાર
Neel PatelImage Credit source: X
| Updated on: Aug 03, 2026 | 9:59 PM
Share

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 13 સપ્ટેમ્બરથી શરૂ થનારા ભારત પ્રવાસ માટે અંડર-19 ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 16 વર્ષના ભારતીય મૂળના નીલ પટેલની પસંદગી સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં સ્થાન મેળવનાર નીલ હવે ભારત સામે પોતાની પ્રતિભા બતાવવા માટે તૈયાર છે.

પરિવારના મૂળ ગુજરાત સાથે જોડાયેલા

નીલ પટેલનો જન્મ અને ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે, પરંતુ તેના પરિવારના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે. તે ન્યૂ સાઉથ વેલ્સ તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ ક્લબનું પ્રતિનિધિત્વ કરે છે. નીલ જમણા હાથનો ઓપનિંગ બેટ્સમેન છે અને જરૂર પડે ત્યારે ઓફ-સ્પિન બોલિંગ પણ કરી શકે છે, જેના કારણે તે એક ઉપયોગી ઓલરાઉન્ડર તરીકે પણ ઓળખાય છે.

નીલ પટેલ ઓસ્ટ્રેલિયાનો ભવિષ્યનો સ્ટાર

યુવા ક્રિકેટમાં નીલે પોતાની બેટિંગથી અનેક રેકોર્ડ બનાવ્યા છે. સિડની પ્રીમિયર ક્રિકેટ ફર્સ્ટ ગ્રેડમાં એક કેલેન્ડર વર્ષ દરમિયાન 1,000થી વધુ રન બનાવનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. તાજેતરમાં તેણે ફર્સ્ટ ગ્રેડ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી પણ ફટકારી હતી. તેની સતત સારી રમતને કારણે ક્રિકેટ નિષ્ણાતોએ તેને ઓસ્ટ્રેલિયાના ભવિષ્યના સ્ટાર તરીકે ગણાવવાનું શરૂ કર્યું છે.

ટેકનિક, ધીરજ, લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા

એડિલેડમાં યોજાયેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંડર-19 ટેલેન્ટ કપમાં પણ નીલ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેની ટેકનિક, ધીરજ અને લાંબી ઇનિંગ રમવાની ક્ષમતાએ પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ તેની ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમમાં પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી.

નીલ પટેલ પર ક્રિકેટપ્રેમીઓની નજર

હવે ભારત પ્રવાસ નીલ પટેલ માટે સૌથી મોટી કસોટી સાબિત થશે. ભારતીય પિચો પર રમવાનો અનુભવ તેને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે વધુ તૈયાર બનાવી શકે છે. ભારતીય મૂળ ધરાવતા આ યુવા ખેલાડી પર ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારતીય ક્રિકેટપ્રેમીઓની પણ નજર રહેશે. જો તે આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેની કારકિર્દી વધુ મજબૂત બનવાની પૂરી શક્યતા છે.

MS Dhoni: ક્રિકેટ પછી હવે રેસિંગનો જુસ્સો! MS ધોનીનો સુપરબાઈક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો

Follow Us
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
g clip-path="url(#clip0_868_265)">