ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલ ખેલાડી અચાનક બન્યો કેપ્ટન, રિંકુ સિંહને મોટો આંચકો

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે યુપી ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેનો કેપ્ટન ભુવનેશ્વર કુમારને બનાવવામાં આવ્યો છે, જ્યારે રિંકુ સિંહને કમાન સોંપવામાં આવી નથી.

| Updated on: Nov 18, 2024 | 4:03 PM
લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ભુવનેશ્વર કુમારને આખરે એક મોટા સારા સમાચાર મળ્યા છે. ભુવનેશ્વર કુમારને સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી માટે યુપી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમાર 23 નવેમ્બરથી શરૂ થનારી આ ટ્રોફીમાં ટીમની કમાન સંભાળશે.

1 / 5
બીજી તરફ રિંકુ સિંહને આ ટીમમાં ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. રિંકુ સિંહ હવે સિનિયર ખેલાડી છે, તે સતત ભારતીય ટીમમાં રમી રહ્યો છે, તેથી તેને કેપ્ટન્સી નહીં મળતા રિંકુના ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે.

2 / 5
યુપીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ખૂબ જ મજબૂત ટીમ પસંદ કરી છે. ભુવનેશ્વર કુમારને કેપ્ટન અને માધવ કૌશિકને વાઈસ કેપ્ટન્સી મળી છે. ટીમમાં રિંકુ સિંહ અને નીતિશ રાણા પણ છે. સમીર રિઝવી અને સ્વસ્તિક ચિકારાને પણ ટીમમાં તક મળી છે. પ્રિયમ ગર્ગ, પીયૂષ ચાવલા, યશ દયાલ, શિવમ માવી, મોહસીન ખાન પણ આ ટીમમાં છે. IPLમાં રમી રહેલા ઘણા મોટા ખેલાડીઓ યુપીની T20 ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

3 / 5
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે યુપીની ટીમ : ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), માધવ કૌશિક, કરણ શર્મા, રિંકુ સિંહ, નીતિશ રાણા, સમીર રિઝવી, સ્વસ્તિક ચિકારા, પ્રિયમ ગર્ગ, આર્યન જુયાલ, આદિત્ય શર્મા, પીયૂષ ચાવલા, વિપરાજ નિગમ, કાર્તિકેય જયસ્વાલ, શિવમ શર્મા, યશ દયાલ, મોહસીન ખાન, આકિબ ખાન, શિવમ માવી અને વિનીત પંવાર.

4 / 5
ભુવનેશ્વર કુમાર યુપીનો કેપ્ટન બની ગયો છે અને હવે તેની પાસે ટીમને ચેમ્પિયન બનાવવાની મોટી જવાબદારી છે. યુપીની ટીમે 9 વર્ષ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. તે વર્ષ 2015-16માં પ્રથમ અને છેલ્લી વખત જીતી હતી. તે સમયે યુપીના કેપ્ટન સુરેશ રૈના હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વાત કરીએ તો, તમિલનાડુએ આ ટૂર્નામેન્ટ સૌથી વધુ 3 વખત જીતી છે. ગયા વર્ષે પંજાબે આ ટુર્નામેન્ટ જીતી હતી. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
બોગસ તબીબોએ શરૂ કરી દીધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ

રાજકોટમાં ડેપ્યુટી મેયર પર ઢાબા માલિકે જીવલેણ હુમલો કર્યાની ચર્ચા

કથિત સાધુએ લજવી સાધુતા, સનાતન ધર્મને શર્મસાર કરતુ આચર્યુ કૃત્ય-Video

ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !

અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો

ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત

ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો

ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર

મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત

ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

g clip-path="url(#clip0_868_265)">