ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્લેયર જોશ ઈંગ્લિસે તેની પર્સનલ લાઈફને લઈ કર્યો છે આ મહત્વનો નિર્ણય, જાણો
ઓસ્ટ્રેલિયન પ્લેયર જોશ ઈંગ્લિસ જેનું પૂરું નામ જોશુઆ પેટ્રિક ઇંગ્લિસ છે જેનો જન્મ 4 માર્ચ 1995 માં થયો હતો. જોશએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે જે વિકેટકીપર અને રાઇટ હેન્ડ બેટ્સમેન છે. હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 મેચમાં સાનદાર પ્રદર્શન બતાવ્યુ હતું. મહત્વનુ છે કે જોશની પર્સનલ લાઈફ પણ ખૂબ જ રસપ્રદ છે.

જોશ ઇંગ્લિસ જે મૂળ ઇંગ્લેન્ડના લીડ્સના રહેવાસી છે. તેનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો અને ઇંગ્લિસે 14 વર્ષની ઉંમરે એક મહત્વપૂર્ણ પગલું લીધું હતું. બાદ તેના પરિવાર સાથે તે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો.

જોશ ઈંગ્લિસ હાલમાં મેગન કિંકર્ટ સાથે રિલેશનશિપમાં છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર મેગન કિંકર્ટ સાથેની તસવીરો શેર કરતો રહે છે.

તેમનો પુત્ર ઓસ્કર 29 જૂન, 2023ના રોજ તેનો જન્મ થયો હતો. માતા-પિતા બનવા છતાં ઇંગ્લિસ અને મેગને લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે.

જોશ ઈંગ્લિસ અને મેગન કિંકર્ટ તેમની હાલની રિલેશનશિપથી સંતુષ્ટ છે અને માને છે કે લગ્નથી તેમની ખુશી બદલાશે નહીં.

જ્યારે ઇંગ્લિસ 2021 T20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો, ત્યારે તેને ટૂર્નામેન્ટ દરમિયાન કોઈપણ મેચમાં રમવાની તક મળી ન હતી. તેમ છતાં, તેણે ફેબ્રુઆરી 2022 માં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 મેચમાં પ્રથમ સેન્ચ્યુરી ફટકારી છે.
