‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના જેઠાલાલે 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું
દિલીપ જોશી એટલે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલે માત્ર 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું છે. તો ચાલો જાણીએ કઈ રીતે 16 કિલો વજન ઘટાડ્યું છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. આજે પણ લોકોની ફેવરીટ છે.

હાલમાં સેલિબ્રિટીઓ પોતાનો વજન ઓછો કરવામાં લાગ્યા છે. અવારનવાર એવા સમાચાર સામે આવતા હોય છે કે, સેલિબ્રિટીએ વજન ઓછો કર્યો છે. હાલમાં કપિલ શર્મા, કરણ જોહર કે પછી સીરિયલના રામ કપૂર હોય, આ સાથે બાદશાહનું ટ્રાન્સફોર્મોમેશન પણ સુંદર છે.

તેમને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકોએ ઓજેપિક નામનું ઈન્જેક્શન લઈ વજન ઓછું કર્યું છે. આ વચ્ચે ટીવી સીરિયલ ફેમસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે, દીલિપ જોશીનું ટ્રાન્સફોર્મોશન પણ ખુબ ચર્ચામાં છે.

દિલીપ જોશીએ 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું છે. મહત્વની વાત એ છે કે, આ માટે ન તો તેમણે જીમ કર્યું ન તો ડાયટિંગ ફોલો કર્યું છે. અન્ય સેલિબ્રિટીની જેમ દિલીપ જોશીએ મોંઘા જિમ ટ્રેનર પણ રાખ્યા નથી અને ડાયટેશિયનની પણ મદદ લીધી નથી. તેમણે ખુદે જણાવ્યું કે, કઈ રીતે આટલા ઓછા સમયમાં વજન ઓછું કર્યું છે.

એક ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યું કે, તે રનિંગ કરે છે. તેમણે કહ્યું જ્યારે પણ તે શૂટ પર જાય છે તો સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલી મરીન ડ્રાઈવથી ઓબરોય હોટલ દોડે છે. દિલીપ જોશીએ કહ્યું વરસાદમાં પણ આ કામ કરતા હતે. તે કામ વચ્ચે ફિટનેસને લઈ સમય કાઢી લે છે અને તેમણે 45 દિવસમાં 16 કિલો વજન ઓછું કર્યું છે.

દિલીપ જોશીએ કહ્યું કે, તેને કામ કરવા માટે વજન ઓછું કરવું ખુબ જરુરી હતુ. તેમણે કહ્યું કે, વજન ઘટાડવો એ 2 દિવસનું કામ નથી, આ માટે મહેનત અને તમારી ઘગશ જોઈએ. તમને જણાવી દઈએ કે, દિલીપ જોશી 57 વર્ષના થઈ ચૂક્યા છે. અને પોતાના વજન સાથે ખુશ છે.

આમ તો દિલીપ જોશીએ અનેક બોલિવુડ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ સાચી ઓળખ તેને ટીવી સીરિયલ થી મળી છે. હાલમાં એવા સમાચાર ચર્ચામાં છે કે, તે શો છોડી રહ્યા છે પરંતુ મેકર્સે અને દિલીપ જોશીએ આ ચર્ચા વિશે ખુલ્લીને વાત કરી નથી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
