Breaking News : સુનિતાએ પોતાના નામમાંથી ગોવિંદાની અટક કાઢી નાખી, ફરી છૂટાછેડાની ચર્ચાઓ શરૂ થઈ
ગોવિંદાની પત્ની સુનિતા આહુજા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. સુનિતા અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેમણે ફરી એવું કર્યું છે જેનાથી બંન્નેના છૂટાછેડાની ચર્ચાઓ શરુ થઈ હતી.સોશિયલ મીડિયા પર યુઝર સવાલો પણ કરી રહ્યા છે કે, બંન્ને 38 વર્ષ બાદ કેમ અલગ થઈ રહ્યા છે?

90ના દશકના સુપરસ્ટાર ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. ગોવિંદાની પત્નીએ થોડા મહિના પહેલા ખુલાસો કર્યો હતો કે,તે સુપરસ્ટારથી અલગ રહે છે. તેમના આ ખુલાસા બાદ ફરી એવી ચર્ચાઓ શરુ થઈ છે કે,61 વર્ષ પછી પણ ગોવિંદા અને સુનીતા વચ્ચે સારા સંબંધો નથી.

હવે ફરી એક વખત સુનિતાએ એવું કાંઈ કર્યું છે જેનાથી ગોવિંદાની સાથે તેના સંબંધો ચર્ચાનો વિષય બની ગયો છે. સુનિતા આહુજાએ પોતાના નામની આગળથી ગોવિંદાની સરનેમ દુર કરી છે. ત્યારે હવે ફરી પછી બંન્નેના છુટાછેડાની ચર્ચાઓ શરુ થઈ છે.

સુનિતા આહુજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના નામની આગળથી આહુજા સરનેમ દુર કરી છે. આ સાથે તેમણે પોતાના નામમાં એક ફેરફાર પણ કર્યો છે. તેમણે પોતાના નામની આગળ વધુ એક S જોડયો છે.

હવે Sunitaની જગ્યાએ પોતાનું નામ SSunita લખ્યું છે.સુનિતાએ બદલાવેલા નામથી ગોવિંદાના ચાહકો હેરાન થયા છે. સોશિયલ મીડિયા પર યુઝર સવાલો પણ કરી રહ્યા છે કે, બંન્ને 38 વર્ષ બાદ કેમ અલગ થઈ રહ્યા છે? કહી શકાય કે,આનો જવાબ હવે ખુદ સુનિતાએ આપી દીધો છે.

સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળથી ગોવિંદાની સરનેમ દુર કર્યા બાદ સુનિતાએ કહ્યું કે, તે આહુજા હતી અને હંમેશા રહેશે. આહુજા સરનેમ દુર કર્યા બાદ છુટાછેડાની અફવા શરુ થઈ છે.

સુનીતાએ મીડિયા એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ગોવિંદાથી અલગ થઈ રહી નથી. તેમણે કહ્યું હું આહુજા છું અને ક્યારેય નહી બદલીશ. ત્યારેજ બદલશે જ્યારે હું આ દુનિયાને છોડીને જઈશ.

મેં મારા નામમાંથી આહુજા કાઢી નાખ્યું છે અને મારા પહેલા નામમાં વધારાનો S ઉમેર્યો છે. મેં આ અંકશાસ્ત્રને કારણે કર્યું છે. મને નામ અને ખ્યાતિ પણ જોઈએ છે. કોણ નથી ઇચ્છતું?ગોવિંદા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં સુનિતાએ કહ્યું, 'અમે એક સુખી પરિવાર છીએ.
લગ્નના 37 વર્ષ બાદ છૂટાછેડા લેવા જઈ રહ્યો છે અભિનેતા, જુઓ પરિવારમાં કોણ કોણ છે. ગોવિંદાના પરિવાર વિશે વધુ જાણવા અહી ક્લિક કરો
