વર્ષ 2023માં આ સ્ટાર કિડ્સ બોલીવુડમાં કરશે ડેબ્યુ, જાણો કોણ છે આ લિસ્ટમાં
વર્ષ 2023માં બોલીવુડમાં ઘણા સ્ટાર કિડ્સ ડેબ્યુ કરી શકે છે. વર્ષ 2023માં શનાયા કપૂર, આર્યન ખાન, જૂનૈદ ખાન અને અલી જેહ અગ્નિહોત્રી જેવા સ્ટાર કિડ્સ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં 2023ના વર્ષમાં ઘણા સ્ટાર કિડ્સ લોન્ચ થઈ શકે છે. જાણો કયા બોલિવુડ સ્ટારકિડ્સ આ વર્ષે બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરશે.

શનાયા કપૂર- શનાયા કપૂર બોલિવુડ અભિનેતા સંજય કપૂરની દિકરી છે. શનાયાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. શનાયા કરણ જોહરની ફિલ્મ બેધડકથી પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે શનાયા કપૂર ફિલ્મોમાં આવ્યા પહેલા સોશિયલ મીડિયામાં ખુબ જ પોપ્યુલર થઈ ચૂકી છે.

આર્યન ખાન- આર્યન ખાનના બોલીવુડમાં ડેબ્યુ કરવાના સમાચાર તો કોરોનાના પહેલાથી ચાલી રહ્યા છે પણ ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ 2022માં તેને ડેબ્યુ કર્યુ નથી પણ વર્ષ 2023માં ડેબ્યુ કરી શકે છે. આર્યનનો એક્ટિંગમાં આવવો કોઈ ઈરાદો નથી અને તે એક રાઈટર તરીકે ડેબ્યુ કરી શકે છે.

ઈબ્રાહિમ અલી ખાન- સેફ અલી ખાનનો દિકરો ઈબ્રાહિમ અલી ખાનને લઈ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તે ક્યારે બોલીવુડમાં ડેબ્યુ કરશે. અહેવાલ મુજબ ઈબ્રાહિમ અલી ખાનને વર્ષ 2023માં કરણ જોહર લોન્ચ કરી શકે છે.

અગસ્ત્ય નંદા- શ્વેતા નંદા બચ્ચનનો દિકરો અગસ્ત્ય નંદા ફિલ્મોમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. તે પરમવીર ચક્રથી સન્માનિત અરૂણ ખેતરપાલ પર બની રહેલી બાયોપિકનો ભાગ હશે. આ ફિલ્મ માટે પહેલા વરૂણ ધવનને કાસ્ટ કરવામાં આવ્યો હતો પણ ત્યારબાદ અગસ્ત્યને કાસ્ટ કરવામાં આવ્યો.