Shehnaaz Gill Viral PhotoShoot: ઉનાળામાં શહેનાઝ ગિલની હોટ સ્ટાઈલ, જુઓ પંજાબની કેટરિના પાણીમાં લગાવી રહી છે આગ
તાજેતરમાં શહનાઝે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (Shehnaaz Kaur gill) પર તેની કેટલીક તસવીરો શેયર કરી છે, જેને જોઈને બધાની નજર તેના પર ટકેલી છે. તેના જબરદસ્ત પરિવર્તન પછી શહનાઝ અવારનવાર તેના હોટ લુક્સને ચાહકો સાથે શેયર કરે છે. જોકે શહનાઝે બિગ બોસના ઘરમાં પોતાના ક્યુટનેટથી આખા ભારતનું દિલ જીતી લીધું હતું.

શહેનાઝ કૌર ગિલ, આ નામ આજે સમગ્ર મનોરંજન ઈન્ડસ્ટ્રીને પ્રેરણા આપે છે. પંજાબની કેટરિનાથી મુંબઈની શહનાઝ ગિલ બનવા સુધીની સફર કરનાર પંજાબી સિંગર અને અભિનેત્રી શહનાઝ ગિલના વ્યક્તિત્વથી દરેક વ્યક્તિ વાકેફ છે. આ દિવસોમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

હાલમાં જ વાયરલ થયેલી શહનાઝ ગિલની આ તસવીર તેના ચાહકોને દિવાના બનાવા માટે પૂરતી છે. સોશિયલ મીડિયા પર શહનાઝની આ સ્ટાઈલ તેના ચાહકો અને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

પાણીની અંદર શહનાઝનો આ સિઝલિંગ લુક તેના ચાહકોનો દિવસ બનાવવા માટે પૂરતો છે. તમને જણાવી દઈએ કે શહનાઝ પહેલીવાર સ્વિમ સૂટમાં જોવા મળી છે. આ જ કારણ છે કે તેની આ તસવીરો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે.

આ સાથે લોકો શહનાઝની સ્ક્રીન પ્રેઝન્સની પણ પ્રશંસા કરે છે. શહનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્વિમસૂટમાં સિઝલિંગ ફોટા અપલોડ કર્યા છે. જેને જોઈને બધાના ધબકારા થંભી ગયા છે.

ફોટોશૂટ દરમિયાન શહનાઝનો આ સિઝલિંગ પોઝ જોઈને દરેક વ્યક્તિ ફરી એકવાર તેના દિવાના થઈ ગયા છે. બાકીના લુક્સની જેમ શહનાઝનો આ અવતાર પણ ઘણો ગ્લેમરસ લાગે છે. સ્વિમસૂટમાં સનાનો ન્યૂડ મેકઅપ લુક તેના પર ખીલી રહ્યો છે.

દેશી સ્ટાઈલની સાથે સાથે શહનાઝ પોતાની નેચરલ સ્ટાઈલને સોશિયલ મીડિયા પર તમામ લૂકમાં શેર કરે છે.