કોણ છે બોલીવુડનો સૌથી અમીર હીરો, શાહરૂખ ખાન કે સલમાન ખાન, અહીં જાણો તેમની નેટવર્થ
બોલીવુડ એટલું મોટું છે કે સ્ટાર્સની સંખ્યા વેઢે તો બિલકુલ ગણી જ ન શકાય. તેમાં પણ શાહરુખ ખાન અને સલમાન ખાનની સંપત્તિની તુલના અરમ્યાન ખૂબ મોટા આંકડા સામે આવ્યા છે.

બોલીવુડમાં સ્ટારડમની કોઈ કમી નથી, પરંતુ જ્યારે સંપત્તિની વાત આવે છે, ત્યારે બે નામ સામે આવે છે - શાહરૂખ ખાન અને સલમાન ખાન. બંનેએ દાયકાઓ સુધી બોલીવુડ પર રાજ કર્યું છે, પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે આ બંનેમાંથી સૌથી ધનિક કોણ છે?

શાહરૂખ ખાનને ફક્ત "બોલીવુડનો બાદશાહ" કહેવામાં આવતો નથી, તે ખરેખર ઉદ્યોગના અમીર સ્ટાર્સમાંનો એક છે. 2025 સુધીમાં તેમની કુલ સંપત્તિ આશરે ₹6,300 કરોડ ($760 મિલિયન) હોવાનો અંદાજ છે. તેમણે માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ જેવા અનેક વ્યવસાયિક સાહસોમાંથી પણ મોટો નફો કમાયો છે.

બીજી બાજુ, સલમાન ખાનની કુલ સંપત્તિ આશરે ₹3,200 કરોડ ($385 મિલિયન) હોવાનું માનવામાં આવે છે. સલમાનનું પોતાનું પ્રોડક્શન હાઉસ "SKF ફિલ્મ્સ" છે અને તેમની ચેરિટી બ્રાન્ડ "બીઇંગ હ્યુમન" પણ ખૂબ લોકપ્રિય છે. તે ફિલ્મો અને બ્રાન્ડ્સમાંથી સારી કમાણી કરે છે, પરંતુ વૈશ્વિક રોકાણ અને વ્યવસાયિક સ્તરે તે શાહરૂખથી પાછળ છે.

શાહરૂખ ખાનની ઓળખ ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સૌથી ધનિક કલાકારોની યાદીમાં તે ટોચના 5 કલાકારોમાં ગણાય છે. ફોર્બ્સ અને ટાઇમ્સ જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેનું નામ સામાન્ય છે, જ્યારે સલમાનની લોકપ્રિયતા મોટે ભાગે ભારત અને એશિયન દેશો સુધી મર્યાદિત છે.

તેથી સરખામણી કરવામાં આવે તો, શાહરૂખ ખાન સંપત્તિ, વૈશ્વિક બ્રાન્ડ મૂલ્ય અને રોકાણની દ્રષ્ટિએ સલમાન ખાનથી ઘણો આગળ છે. તે માત્ર બોલિવૂડનો રાજા જ નથી, પરંતુ તેણે સંપત્તિ અને પ્રભાવનો સાચો સમ્રાટ પણ સાબિત કર્યો છે.
બોલિવુડના અમીર પરિવારોની દીકરીઓ, નાનપણથી છે બેસ્ટ ફ્રેન્ડ, તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો..
