વિકી કૌશલની ‘સૈમ બહાદુર’ જોઈને ઈમ્પ્રેસ થયો સચિન તેંડુલકર, એક્ટરે આ રીતે આપી પ્રતિક્રિયા
વિકી કૌશલ સ્ટારર સૈમ બહાદુર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ સેમ માનેકશોના જીવન પર આધારિત છે. આ બાયોપિકમાં વિકીએ સૈમનું પાત્ર ડેડિકેશન સાથે ભજવ્યું છે. તેની એક્ટિંગથી દરેક લોકો પ્રભાવિત થયા છે.

વિકી કૌશલ સ્ટારર સૈમ બહાદુર ફિલ્મ સચિન તેંડુલકરે જોઈ છે. હવે મહાન ક્રિકેટ બેટ્સમેન સચિન તેંડુલકર પણ વિકીનો ફેન બની ગયો છે. ક્રિકેટર તેની એક્ટિંગથી ખૂબ જ ઈમ્પ્રેસ થયો હતો.

વિકીએ હાલમાં જ એક પોસ્ટમાં સચિનનો આભાર માન્યો છે. એક્ટરે ક્રિકેટર સાથેનો એક ફોટો શેર કર્યો છે. વિકીએ લખ્યું છે કે મારા બાળપણના હીરોએ મારી ફિલ્મ જોઈ હતી. હું ઠીક છું. આભાર સચિન સર. તમારા શબ્દોની. હું આખી જીંદગી તેમને સંભાળી રાખીશ.

વિકીની આ પોસ્ટમાં એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. આ જોઈને ફેન્સ પણ ઘણા ખુશ છે. તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

સૈમનું સ્ક્રિનિંગ જોયા બાદ સચિને વિક્કીના વખાણ કર્યા અને કહ્યું- ખૂબ જ સારી ફિલ્મ છે. હું વિકીની એક્ટિંગથી ઈમ્પ્રેસ થયો છું. ફિલ્મ જોઈને લાગ્યું કે સાચે ફિલ્ડ માર્શલ સૈમ માનેકશા ખરેખર આપણી સામે છે. બોડી લેંગ્વેજ કમાલની હતી.

આપણા દેશનો ઈતિહાસ જાણવા માટે હું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ જોવી જોઈએ. હું કહીશ કે આ ફિલ્મ તમામ પેઢીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
