રિયા ચક્રવર્તીએ શેયર કરી પોતાની હોટ તસવીરો, સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. છેલ્લે રિયા ચક્રવર્તી 'ચેહરે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી જોવા મળ્યા હતા.

રિયા ચક્રવર્તીએ તેના ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેયર કરી છે. આ તસવીરમાં રિયા જમીન પર બેઠેલી જોવા મળી રહી છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે.

રિયા ચક્રવર્તીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અપલોડ કર્યાના એક કલાકની અંદર જ તેની પોસ્ટ પર 26 હજારથી વધુ લાઈક્સ અને 325 કોમેન્ટ આવી હતી. આ તસવીરમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીર પર ઘણા ફેન્સ કોમેન્ટ બોક્સમાં હાર્ટ અને પોપિંગ આઈવાળા ઇમોજીસ મોકલી રહ્યા છે. ફાતિમા સના શેખે કોમેન્ટમાં હાર્ટ ઈમોજી શેયર કર્યું છે. તેની આ તસવીર પર સતત કોમેન્ટ આવી રહી છે.

અવારનવાર સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તી ફેન્સ સાથે વાત કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 29 લાખથી વધુ ફોલોઅર્સ છે. રિયાનું નામ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં સામે આવ્યું છે. તેની સામે અનેક આરોપો લાગ્યા હતા.

છેલ્લે રિયા ચક્રવર્તી ફિલ્મ 'ચેહરે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી.