Breaking News : ઓરી 252 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં ફસાયો, મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું
સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું છે. ઓરીનું નામ 252 કરોડ રુપિયાના ડ્રેગ કેસમાં સામે આવ્યું છે. ત્યારબાદ તેની પુછપરછ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર અને બોલિવુડ સ્ટારની ખુબ જ નજીક ગણાતા ઓરી એટલે કે, ઓરહાન અવત્રમણિને મુંબઈ પોલીસે સમન્સ મોકલ્યું છે. ઓરીનું નામ 252 કરોડ રુપિયામાં ડ્રગ તસ્કરી મામલે સામે આવ્યું છે.

હવે ઓરીની મુંબઈ પોલીસ પુછપરછ કરશે. મુંબઈ પોલીસે ઓરીની પુછપરછ માટે એન્ટી નારકોટિક્સ સેન ઘાટકોપરમાં ગરુવારે સવારે 10 કલાકે પહોંચવા માટે સમન્સ મોકલ્યું છે. પરંતુ હજુ સુધી આને લઈ કોઈ જાણકારી સામે આવી નથી.

પરંતુ આ સમગ્ર મામલો 252 કરોડ રુપિયાના ડ્રેગ તસ્કરી મામલા સાથે જોડાયો છે. જેમાં ઓરીનું નામ સામે આવ્યું છે. હવે પોલીસ તેની પુછપરછ કર્યા બાદ આ સમગ્ર મામલાનો ખુલાસો કરશે કે, ઓરી આ મામલે આરોપી છે કે નહી.

સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર ઓરી હંમેશા ફિલ્મ સ્ટાર અને સ્ટાર ક્રિડ્સ સાથે ટ્યુનિંગ કરતો જોવા મળે છે. આર્યન ખાનની સીરિઝ બેડ્સ ઓફ બોલિવુડમાં પણ ઓરીને એક ખાસ પાત્રમાં દેખાડ્યો છે. ઓરી બોલિવુડની ખુબ નજીક છે. તેમજ સ્ટાર સાથે સિગ્નેચર પોઝ આપતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, ઓરી હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ઓરીને લઈ એક એવા સમાચાર સામે આવ્યા હતા કે, ઓરી પોતાના ફ્રેન્ડ સાથે વૈષ્ણો દેવી મંદિર ગયો હતો. જ્યાં તેમણે ફ્રેન્ડ સાથે દારુની પાર્ટી કરી હતી. તે દરમિયાન ઓરી સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

હવે ફરી એક વખત ઓરી 252 કરોડ રુપિયાના ડ્રેગ કેસમાં ફસાતો જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહે છે કે, પુછપરછ બાદ પોલીસ આ મામલે શું ખુલાસો કરે છે.
72 લાખની ઘડિયાળ, 90 હજારના સ્નીકર્સ પહેરનાર ઓરીનું નામ 252 કરોડ રુપિયાના ડ્રેગ કેસમાં સામે આવ્યું, આવો છે પરિવાર અહી ક્લિક કરો
