Miss World 2025 : કોણ છે 21 વર્ષની ઓપલ સુચાતા ચુઆંગશ્રી ? જે મિસ વર્લ્ડ 2025ની વિજેતા બની
થાઈલેન્ડની રહેવાસી ઓપલ સુચતા ચુઆંગશ્રીએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ પોતાને નામ કર્યો છે. હવે આખી દુનિયામાં તેના નામની ચર્ચા થઈ રહી છે. આ પહેલા પણ તે અનેક બ્યુટી ખિતાબ જીતી ચૂકી છે.

ઓપલ સુચાતા ચુઆંગશ્રી આ નામ છે મિસ વર્લ્ડ 2025ની વિજેતાનું. 31 મેની રાત્રે મિસ વર્લ્ડ 2025ના નામ પરથી પડદો ઉઠ્યો હતો. હૈદરાબાદમાં ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંદાજે 24 દિવસ સુધી ચાલ્યું હતુ.

ત્યારબાદ વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી. મિસ વર્લ્ડ 2025નો તાજ ઓપલ સુચાતાને મળ્યો હતો. જેનું કનેક્શન થાઈલન્ડ સાથે છે.

ઓપલ સુચાતા મોડલિંગની દુનિયામાં છેલ્લા 4 વર્ષથી છે. તેમણે પોતાના મોડલિંગ કરિયરની શરુઆત વર્ષ 2021થી કરી હતી. આ સમયે તેમણે મિસ રતનકોસીન ઈવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ તે ખિતાબ પોતાના નામે કરી શકી ન હતી.

ત્યારબાદ 18 વર્ષની ઉંમરમાં 2022માં તેમણે મિસ યૂનિવર્સ થાઈલેન્ડમાં ભાગ લીધો હતો. જેમાં તે ત્રીજા સ્થાને રહી હતી. પરંતુ અહી બીજા રનર-અપે રાજીનામું આપ્યું, ત્યારબાદ ઓપલ બીજા સ્થાને રહી હતી.

વર્ષ 2024માં ઓપલાએ બેંગકોગને રિપ્રેજેન્ટ કરવા માટે મિસ યૂનિવર્સ થાઈલેન્ડમાં ફરી એક વખત ભાગ લીધો હતો. આ તાજ તેના નામે છે. મિસ યૂનિવર્સ થાઈલેન્ડ અને મિસ વર્લ્ડ સિવાય ઓપલના નામ મિસ વર્લ્ડ થાઈલેન્ડનો પણ ખિતાબ છે.હજુ તેની ઉંમર 22 વર્ષની છે. નાની ઉંમરે દુનિયાભરમાં ફેમસ થઈ છે.

મિસ વર્લ્ડ 2025ની વિજેતા ઓપલ સુચાતાના પિતા થાનેટ ડોકમનેર્દ અને માતા સુપાત્રા છે. થાલાંગમાં તેના પરિવારનો મોટો બિઝનેસ છે.તેમણે કાઝોનકિયતસુક્સામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમજ તે પોલિટિક્સનો અભ્યાસ પણ કરી રહી છે.

મિસ વર્લ્ડનો તાજ જીતવાની સાથે સાથે એક મોટી રકમ પણ તેમણે પોતાના નામે કરી છે. પ્રાઈઝ મની તરીકે તેને 1 મિલિયન અમેરિકી ડોલર ભારતીય રુપિયા પ્રમાણે અંદાજે 8.5 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.
માનુષી છિલ્લર વર્ષ 2017ની મિસ વર્લ્ડ વિજેતા છે. માનુષી 67મી મિસ વર્લ્ડ રહી ચૂકી છે. માનુષી છિલ્લરના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































