ગુજરાતની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, આવો છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડનો પરિવાર
જાણો કોણ છે મોડલ માહિકા શર્મા જેની સાથે હાર્દિક પંડ્યાનું નામ જોડાયું છે, બંન્ને સોશિયલ મીડિયા પર સાથે ફોટો પોસ્ટ કર્યા છે. તો આજે આપણે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિક શર્માના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીશું.

ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને ફરીથી પ્રેમ મળ્યો છે. હવે તેનું નામ મોડેલ-અભિનેત્રી મહિકા શર્મા સાથે જોડાઈ રહ્યું છે. શું તમે જાણો છો મહિકા શર્મા કોણ છે?તો આજે તેના પરિવાર વિશે પણ જાણીશું.

હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા છે.24 વર્ષીય માહિકા શર્મા એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. તેમણે ફેશન જગતમાં પોતાનું એક મોટું સ્થાન બનાવ્યું છે.

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડનો આવો છે પરિવાર

હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા વચ્ચેના સંબંધોની અફવાઓ સોશિયલ મીડિયા યુઝર્સે બંનેની પોસ્ટ વચ્ચે કનેક્શન જોયું ત્યારે શરૂ થઈ. માહિકાએ તેની આંગળી પર 33 નંબર લખ્યો હતો. હાર્દિકનો જર્સી નંબર છે. આનાથી ચાહકોને શંકા ગઈ કે બંને વચ્ચે કંઈકચાલી રહ્યું છે.

પછી, 10 ઓક્ટોબરના રોજ, જ્યારે તેઓ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા, ત્યારે અફવાઓએ વધુ જોર પકડ્યું હતુ.

માહિકાએ અનેક ફેમસ ડિઝાઇનર્સ અને બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. હાર્દિક સાથેની તેની કેમિસ્ટ્રી અને તેમના સુંદર કપલ કન્ટેન્ટને કારણે માહિકાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઝડપથી વધ્યા છે.

તાજેતરમાં હાર્દિકે મહિકા સાથે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી. તેણે ફક્ત લખ્યું: "blessed." ચાહકોએ આ ફોટોને લાઈક કરી કોમેન્ટ પણ કરી હતી.માહિકા એક યોગા ટિચર પણ છે.

હાર્દિક અને મહિકાની સાથે સમય પસાર કરે છે તેઓ ફક્ત એક કપલ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ અને સેલિબ્રિટી જગતના સૌથી પ્રિય કપલમાંથી એક બન્યા છે.

માહિકા શર્મા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેશન અને ફિટનેસ કન્ટેન્ટ પણ બનાવે છે.

લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, માહિકાએ નવી દિલ્હીની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાંથી તેનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું.

ત્યારબાદ તેણે અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, માહિકાએ વિવિધ સ્થળોએ ઇન્ટર્નશિપ પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે, માહિકા શર્માએ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDPU), ગુજરાત (2018-2022)માં પણ અભ્યાસ કરી ચૂકી છે.માહિકા શર્માએ ધોરણ 10માં 10 CGPA મેળવ્યા અને ધોરણ 12 માં 94% મેળવ્યા હતા.

મોડલને NCS વિશાખાપટ્ટનમ ખાતે શ્રેષ્ઠ વક્તાનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો, અને 2018માં તેને NCSનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.માહિકાએ શાળાના વર્ષો દરમિયાન બાસ્કેટબોલ, સ્વિમિંગ, બેડમિન્ટન, વોલીબોલ અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં ભાગ લીધો હતો. તેમણે વક્તૃત્વ, એક્સટેમ્પોર અને ડિબેટ સહિત જાહેર ભાષણ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.

10મું ધોરણ પૂર્ણ કર્યા પછી, માહિકાએ તેના માતાપિતાને જાણ કરી કે તે મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માંગે છે. બસ અહીથી માહિકાની મોડેલિંગ કારકિર્દી શરુ થઈ હતી

માહિકા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 41.5 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટા શેર કરે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
