Shweta Tiwari Family Tree : પ્રોફેશનલ શાનદાર રહી, પર્સનલ લાઈફમાં આવી અનેક સમસ્યાઓ પુત્રી આજે છે બોલિવુડ સ્ટાર, જાણો શ્વેતા તિવારીના પરિવાર વિશે
અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેના કામ અને સફળ કારકિર્દી માટે જાણીતી છે પરંતુ કેટલીકવાર તે તેના બે નિષ્ફળ લગ્નો માટે પણ નિશાને રહે છે. આજે તેની પુત્રી પણ બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. ચાલો જાણીએ શ્વેતા તિવારીના પરિવાર વિશે.


'કસૌટી ઝિંદગી કી'માં પ્રેરણાની ભૂમિકા ભજવ્યા બાદ શ્વેતા તિવારીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ પછી તે કેટલાક ડેઈલી શોમાં પણ જોવા મળી અને પછી તેણે ભોજપુરી ફિલ્મોમાં એન્ટ્રી લીધી. શ્વેતા હંમેશા પ્રોફેશનલ રીતે સફળ રહી હતી પરંતુ તેણે પોતાના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના બે નિષ્ફળ લગ્નો અને ઘરેલુ હિંસાનો શિકાર બનવા વિશે વાત કરી હતી.

શ્વેતા તિવારી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. શ્વેતા હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. 42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા પોતાની ફિટનેસથી અભિનેત્રીને ટક્કર આપે છે.

જ્યારે શ્વેતા તિવારી તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેણે 1998માં ભોજપુરી અભિનેતા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પલક તિવારી છે જે તેમની સાથે રહે છે.

શ્વેતાએ પછી અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, પરંતુ તેઓ 2019 માં અલગ થઈ ગયા. બીજા લગ્નથી તેને એક પુત્ર રેયાંશ છે અને તે પણ તેની માતા સાથે રહે છે.

લગ્ન અંગે પોતાનો અભિપ્રાય આપતાં શ્વેતા કહે છે કે હું હવે લગ્નમાં માનતી નથી, હું મારી દીકરીને પણ લગ્ન ન કરવાનું શીખવાડીશ. જો કે આ તેની લાઈફ છે, પરંતુ એક માતા તરીકે હું તેને શીખવતી રહી છું કે હું તેને ખૂબ સમજી વિચારીને લગ્ન કરવા ઈચ્છું છું. બધા લગ્ન ખરાબ નથી હોતા."

શ્વેતા તિવારીનું નામ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સીરીયલ 'કસૌટી ઝિંદગી મેં' માં પ્રેરણાનું પાત્ર હોય કે પછી બિગ બોસમાં તેની રમવાની સ્ટાઈલ હોય, શ્વેતા તિવારી જાણે છે કે તેના દરેક પાત્ર સાથે કેવી રીતે ન્યાય કરવો. જો કે હાલના દિવસોમાં જ્યાં શ્વેતા તિવારીની એક્ટિંગ સતત ચમકી રહી છે ત્યાં તેની ફિટનેસ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.






































































