રામ મંદિરના અભિષેક માટે કંગના રનૌતને ન મળ્યું આમંત્રણ, VVIP માં આ 5 બોલિવૂડ સ્ટાર્સનો સમાવેશ
રામ મંદિરમાં અભિષેક માટે લગભગ 7 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. બોલિવૂડની ઘણી હસ્તીઓમાં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને આશા ભોંસલે સહિતના અનેક સ્ટાર આ લિસ્ટમાં સામેલ છે. પરંતુ આ યાદીમાં કંગના રનૌતનું નામ નથી. આવો તમને જણાવીએ કે આ કાર્યક્રમ ક્યારે અને ક્યાં છે, અને કોણ છે આ લિસ્ટમાં

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહ માટે દેશભરમાંથી જાણીતી હસ્તીઓને આમંત્રણ આપ્યું છે. મહત્વનુ છે કે બુધવારે આપવામાં આવેલી માહિતી અનુસાર આ યાદીમાં 3 હજાર VVIP સહિત કુલ 7 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ અને દેવી સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાના નામ પણ આ યાદીમાં સામેલ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં કંગના રનૌતની કોઈ સ્થાન નથી.

આગામી 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે ટ્રસ્ટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત લગભગ સાત હજાર લોકોને આમંત્રણ મોકલ્યા છે.

મનોરંજન જગત સાથે સંકળાયેલી અનેક હસ્તીઓ પણ જોડાશે. જેમાં વાત કરવામાં આવે તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અમિતાભ બચ્ચન, રામાયણની રામ-સીતા એટલે કે દીપિકા ચિખલિયા, અરુણ ગોવિલ, અક્ષય કુમાર, આશા ભોંસલેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

સમય અને તારીખની વાત કરવામાં આવે તો નવા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જે આ સમગ્ર કાર્યક્રમનો સમય સવારે 11 વાગ્યાનો હોવાનું સામે આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ લગભગ 3 કલાક સુધી ચાલશે.

આ યાદીમાં 3,000 VVIP સહિત 7,000 લોકોના નામ સામેલ છે. સેલિબ્રિટી ઉપરાંત 1992માં માર્યા ગયેલા કાર સેવકોના પરિવારજનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, યોગ ગુરુ રામ દેવ, ઉદ્યોગપતિ રતન ટાટા, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ ભાગ લેવાના છે.

ગયા મહિને કંગના રનૌત રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી, જ્યાં તેણે રામ મંદિર માટે સંઘર્સમાં જીવ ગુમાવનારા લોકોને પણ યાદ કર્યા હતા. મંદિર બનાવનારા લોકો સાથે પણ વાત કરી. અયોધ્યા મંદિરને લઈને તે પહેલાથી જ નિવેદન આપી રહી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવતું હતું કે તે પણ
