માત્ર કરોડોનો બંગલો જ નહીં પણ એક આયલેન્ડની માલિક છે આ અભિનેત્રી, જુઓ ફોટો
બોલિવુડની એકમાત્ર અભિનેત્રી છે, જેની પાસે પોતાની પર્સનલ પ્રાઈવેટ આયલેન્ડ છે. તો ચાલો કોણ છે આ અભિનેત્રી જેની વિદેશમાં પણ ચર્ચા થાય છે.અહી અભિનેત્રી શાનદાર વિલા બનાવવા માંગે છે.

ભારતમાં બોલિવુડ સ્ટારની કમાણી કરોડોમાં થાય છે. આ કારણે તેઓ લગ્ઝરી લાઈફ જીવે છે. ભારતમાં કેટલાક સ્ટાર છે, જેઓ સૌથી વધારે ચાર્જ લે છે. તેની કમાણી કરોડોમાં હોય છે. તેની આવક માત્ર ફિલ્મોથી જ નહી પરંતુ ઈવેન્ટ,એવોર્ડ, જાહેરાત ,ફેશન શો દ્વારા પણ સારી એવી કમાણી કરે છે.

કેટલીક વખત તો આ સ્ટારની ઈવેન્ટની કમાણી ફિલ્મો કરતા પણ વધારે હોય છે. આ કારણે તેઓ ડિઝાઈર કપડાંથી લઈ, આલીશાન ઘરમાં રહેવાનું સપનું પૂર્ણ કરે છે.

પાર્ટી કરવી, લક્ઝરી કારમાં મુસાફરી કરવી, ભવ્ય વિલામાં રહેવું અને વિદેશમાં રજાઓ ગાળવી એ તેમના માટે સામાન્ય બની ગયું છે. કોઈ સામાન્ય માણસ આખી જિંદગી તેના વિશે સપના જોતો રહે

કેટલાક મોટા સ્ટાર પોતાનું પર્સનલ જેટ,આલીશાન ઘર, કાર હોય છે. પરંતુ આજે અમે એક એવા સ્ટારની વાત કરી રહ્યા છીએ. જેની પાસે એક પ્રાઈવેટ આયલેન્ડ પણ છે.આ અભિનેત્રી દીપિકા પાદુકોણ, કેટરીના કેફ કે એશ્વર્યા રાય નહી પરંતુ વિદેશથી આવી બોલિવુડમાં ઓળખ બનાવનારી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ છે.

જેકલીન એકમાત્ર બોલીવુડ અભિનેત્રી છે જેની પાસે પ્રાઈવેટ આયરલેન્ડ છે. જેકલીન શ્રીલંકાના દક્ષિણ કિનારે ચાર એકરનો ટાપુ ધરાવે છે. તેમણે આ જમીનનો ટુકડો વર્ષ 2012 માં ખરીદ્યો હતો. રિપોર્ટ મુજબ તે સમયે અંદાજે 3 કરોડનો ખર્ચ કર્યો હતો.અહી અભિનેત્રી શાનદાર વિલા બનાવવા માંગે છે.

શ્રીલંકાથી આવેલી જેકલીને 2009માં અલાદીનથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. પરંતુ વર્ષ 2011માં મર્ડર 2થી તેમને સફળતા મળી હતી.

બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે.તેમની બે ફિલ્મો 2025માં રિલીઝ થવાની છે, 'હાઉસફુલ 5' અને 'વેલકમ ટુ ધ જંગલ'. બંને અક્ષય કુમાર સાથે છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો



























































