શાહરૂખ-આમીર ખાનની ફિલ્મમાં જોવા મળેલો આ બાળક આજે સેલિબ્રેટ કરી રહ્યો છે પોતાનો 27 મો બર્થ ડે, જુઓ Photos
શાહરૂખ ખાનની ફિલ્મ 'ડોન' અને 'માય નેમ ઈઝ ખાન'માં જોવા મળેલ ચાઈલ્ડ આર્ટિસ્ટ તનય છેડા (Tanay Chheda) હવે મોટો થઈ ગયો છે. આજે તનય પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે.

આજે તનય પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ફિલ્મ 'ડોન'થી તનયે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે આમિર ખાનની ફિલ્મ 'તારે જમીન પર'માં રાજન નામના દિવ્યાંગ બાળકના રોલમાં જોવા મળ્યો હતો. (PC: Social Media)

તનય છેડાની શાનદાર એક્ટિંગ ટેલેન્ટને કારણે તેને ફિલ્મ 'સ્લમડોગ મિલિયનેયર'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં તનયે જમાલનો રોલ પ્લે કર્યો હતો. તેના પર્ફોમન્સથી દેશ-વિદેશમાં તેની પ્રશંસા થઈ હતી. તનયને હોલીવુડના પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક SAG થી પણ નવાજવામાં આવ્યા હતો. (PC: Social Media)

શાહરૂખ ખાનની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'માં તનય છેડાએ રિઝવાનના બાળપણનો રોલ પ્લે કર્યો હતો. હવે તનય મોટો થઈ ગયો છે અને તેનો લુક એકદમ બદલાઈ ગયો છે. (PC: Social Media)

તનય છેડાના લગ્ન પણ થઈ ગયા છે. તેણે 12 જૂન 2023ના રોજ બિઝનેસવુમન જુવેકા પાંડા સાથે લગ્ન કર્યા. વર્ષ 2017માં તનય છેડાએ અમેરિકાના Choate Rosemary Hallમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે બોલિવુડની સાથે અન્ય ફિલ્મોમાં પણ કામ કરતો જોવા મળ્યો છે. (PC: Social Media)

વર્ષ 2011માં તનયે જર્મન ફિલ્મ 'Hexe Lilli- Journey to Mandolan'માં કામ કર્યું હતું. 2019માં તેની શોર્ટ ફિલ્મ 'Irresponsible' આવી. બાળપણની જેમ આજે પણ તનય છેડા ખૂબ જ ક્યૂટ છે. તે ભલે બોલિવુડથી દૂર હોય પરંતુ પોતાની એક્ટિંગ ટેલેન્ટનું પ્રદર્શન અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં કામ કરીને આજે પણ બતાવી રહ્યો છે. (PC: Social Media)