વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ અભિનેતા પ્રતિક ગાંધીની પત્ની પણ છે સ્ટાર, સુરતમાં જન્મ થયો હતો

પ્રતિક ગાંધીનો જન્મ 7 જુલાઈ 1980ના રોજ સુરત, ગુજરાતમાં થયો હતો. પ્રતીક ગાંધીના માતા અને પિતા બંને શિક્ષક છે. પ્રતીક ગાંધીની માતાનું નામ રીટા ગાંધી છે. તો ચાલો આજે પ્રતિક ગાંધીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 31, 2024 | 9:15 AM
પ્રતિક ગાંધી એક ગુજરાતી અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે.

1 / 12
સિરીઝ સ્કેમ 1992 માં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવા માટે તેમણે બહોળી પ્રશંસા મેળવી હતી અને ફિલ્મફેર OTT એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારબાદ તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

2 / 12
ગાંધીનો જન્મ સુરતમાં 28 એપ્રિલ 1980માં થયો છે. તેમના માતાપિતા શિક્ષક હતા. તેમણે સુરતની વી.ડી. દેસાઈ વાડીવાલા (ભુલકા ભવન) હાઈસ્કૂલમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો.  તેઓ થિયેટર આર્ટ્સ સાથે સંકળાયેલા હતા. ભાઈનું નામ પુનીત ગાંધી છે. તેમજ બહેનનું નામ મેધના છે.

3 / 12
 2004માં મહારાષ્ટ્ર યુનિવર્સિટી, જલગાંવમાંથી  એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. 2004 થી 2007 સુધી, તેમણે સતારા અને પુણેમાં નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સાથે કામ કર્યું.  બાદમાં તેમણે જાન્યુઆરી 2008થી મુંબઈમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સિમેન્ટ વિભાગ)માં 2016 સુધી કામ કર્યું હતુ.

4 / 12
ગાંધીજીના માતા-પિતા શિક્ષક છે. તેણે 2009 માં અભિનેત્રી ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા અને તેમની પુત્રી મીરાયાનો જન્મ 2014 માં થયો હતો. પ્રતિક ગાંધીનો પરિવાર સાથે રહે છે અને ખુબ ખુશ પણ છે.

5 / 12
જુલાઈ 2022માં, દિગ્દર્શક હંસલ મહેતાએ મહાત્મા ગાંધી પર  બાયોગ્રાફિકલ વેબ સિરીઝની જાહેરાત કરી હતી જેમાં પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં હતા.પ્રતિક ગાંધી ગુજરાતી ફિલ્મ અને વેબ સિરીઝમાં પણ સારી એવી ભૂમિકા ભજવી હતી. 2014 બે યાર, 2016 રોંગ સાઈડ રાજુ, 2017 તમ્બૂરો, 2018 લવની ભવાઇ, 2018 વેન્ટિલેટર ,2019 ધુનકી, ગુજરાત 11, 2022 લવની લવ સ્ટોરીસ્, 2021 વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં પણ જોવા મળ્યો હતો.

6 / 12
ગાંધી 2021 ની હિન્દી ફિલ્મ ભવાઈમાં દેખાયા હતા જ્યાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.તેમની હિન્દી ફિલ્મ અતિથિ ભૂતો ભવ 2022માં રિલીઝ થઈ હતી. ગુજરાતી ફિલ્મ વહેલામ જાવ ને (2022) તેની આગામી રિલીઝ હતી.

7 / 12
 તેણે હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત 2020  બાયોગ્રાફિકલ ડ્રામા વેબ સિરીઝ સ્કેમ 1992 માં સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી હતી. હર્ષદ મહેતાનું પાત્ર ભજવવા માટે તેમણે બહોળી પ્રશંસા મેળવી છે.

8 / 12
ગાંધીએ ગુજરાતી નાટક આ પાર કે પેલે પારમાં ભાગ જોવા મળ્યા હતા. તેણે ગુજરાતી ફિલ્મ બે યાર (2014)માં ભૂમિકા ભજવી હતી અને મેરે પિયા ગયે રંગૂન, હુ ચંદ્રકાંત બક્ષી અને નાટકોમાં ભૂમિકા ભજવી હતી. મોહનના મસાલામાં તેણે એક જ દિવસે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં એકપાત્રી નાટક રજૂ કર્યું હતુ. ફિલ્મ રોંગ સાઇડ રાજુ (2016)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી જેણે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.ગુજરાતી ફિલ્મો લવ ની ભવાઈ (2017) અને વેન્ટિલેટર (2018) સારી રીતે સફળ રહી હતી.

9 / 12
 પ્રતિક ગાંધી તેની અભિનય કારકિર્દી દરમિયાન ભામિની ઓઝાના પ્રેમમાં પડ્યા હતા. પ્રતીક ગાંધીની જેમ ભામિની ઓઝા પણ અભિનયની દુનિયા સાથે જોડાયેલા છે. ભામિની ઓઝાએ ટેલિવિઝન અને થિયેટરમાં કામ કર્યું છે. પ્રતિક ગાંધી અને ભામિની ઓઝાના લગ્ન વર્ષ 2009માં થયા હતા. પ્રતીક ગાંધીને પણ એક પુત્રી છે, જેનું નામ મીરાયા છે.

10 / 12
પ્રતીક ગાંધીની જેમ જ તેમની વાઈફ પણ એક્ટિંગ કરે છે. જો કે ભામિની ઓઝા ગાંધી રંગભૂમિ એટલે કે નાટકોમાં વધુ સક્રિય છે. ઘણી વાર બંને સાથે સ્ટેજ પણ શેર કરતાં રહે છે. બંનેના લગ્ન 2009માં થયા હતા. 2014 માં તેમના ઘરે દિકરીનો જન્મ થયો જેનું નામ મીરાયા છે. ભામિની ઓઝા ગાંધી એક લોકપ્રિય ટેલિવિઝન અને થિયેટર એક્ટર છે જે હિન્દી અને ગુજરાતી શો અને નાટકોનો ભાગ રહી ચુકી છે.

11 / 12
ભામિની ઓઝા જીદ્દી દિલ માને ના (2021), ઓમ મંગલમ સિંગલમ (2022) અને કથલ: અ જેકફ્રૂટ મિસ્ટ્રી (2023) માટે જાણીતી છે.  ભામિની ઓઝા 'સારાભાઈ v/s સારાભાઈ' અને 'ખિચડી' જેવી સિરિયલોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળી છે. આ સિવાય લોકોએ તેની એક્ટિંગને ખૂબ પસંદ કરી છે. હિન્દી શો ઉપરાંત ભામિનીએ ઘણા ગુજરાતી શોમાં પણ કામ કર્યું છે.

12 / 12
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">