‘ચીની કમ’ ફેમ અભિનેત્રીએ 25 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જુઓ તસવીરો
ફિલ્મ 'ચીની કમ'માં બાળ કલાકારની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સ્વીની ખરાને તાજેતરમાં જ લગ્ન કર્યા છે. જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં તેમના લગ્ન સમારોહનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. તેણે આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેના ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

2007માં અમિતાભ બચ્ચન અને તબ્બુ અભિનીત ફિલ્મ 'ચીની કમ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સ્વીની ખરાએ તાજેતરમાં સગાઈ કરી છે. બુધવાર, 27 ડિસેમ્બરના રોજ તેમના લગ્ન સમારોહ ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો.

સ્વીનીએ ઉર્વિશ દેસાઈ સાથે લગ્ન કર્યા છે. અભિનયના ક્ષેત્રમાં કામ કર્યા પછી તેઓ વકીલાત તરફ વળ્યા અને તે જ ક્ષેત્રમાં તેમની કરિયરની શરૂઆત કરી. રાજસ્થાનના એક પેલેસમાં સ્વીનીના લગ્ન સમારોહનું આયોજન ખૂબ જ શાહી ઠાઠથી કરવામાં આવ્યું હતું. 25 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા છે.

સ્વીનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે. નેટીઝન્સ આના પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. લગ્નની સાથે જ સ્વીની અને ઉર્વિશની હલ્દી અને મહેંદી ઈવેન્ટના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. સ્વીનીનો પતિ ઉર્વિશ એન્જિનિયર છે.

સ્વીની બાળ કલાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી. તે વિદ્યા બાલન અને સૈફ અલી ખાનની 'પરિણીતા'માં પણ જોવા મળી હતી. તેણે શાહિદ કપૂરની 'પાઠશાલા'માં પણ કામ કર્યું હતું. પરંતુ તેણે ફિલ્મ 'ચીની કમ'માં પોતાના પાત્રથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની 'એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ સ્વીનીએ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે 'બા બહુ ઔર બેબી', 'દિલ મિલ ગયે', 'જિંદગી ખટ્ટી મીઠી' જેવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે CIDના એક એપિસોડમાં પણ કામ કર્યું હતું.
