બવાલની સ્ક્રીનિંગમાં જાહ્નવી કપૂરે પહેર્યો આવો ડ્રેસ, પત્ની નતાશાને છોડીને વરુણ ધવન જોતો જ રહી ગયો
જાહ્નવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ બવાલનું ભવ્ય સ્ક્રીનિંગ યોજાયું હતું. આ ઈવેન્ટમાં જાહ્નવી કપૂરના લુકથી વરુણ ધવન એટલો મોહિત થઈ ગયો હતો કે તે તેની પત્નીને ભૂલી ગયો હતો.

મુંબઈમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ બવાલની સ્ક્રીનિંગમાં ઘણા બૉલીવુડ સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ દરેકની નજર જલપરી જેવી દેખાતી જાહ્નવી કપૂર પર ટકેલી હતી.(pic Credit- AFP)

જાહ્નવી કપૂર સિલ્વર શાઇની ડ્રેસમાં જલપરી જેવી લાગી રહી હતી. અભિનેત્રીએ બોડી હગિંગ ડ્રેસમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. જાહ્નવીએ ન્યૂડ મેકઅપ સાથે કોઈ જ્વેલરી પહેરી નથી. (pic Credit- AFP)

જાહ્નવી કપૂરે સુંદરતાનો એવો જાદુ ઉભો કર્યો કે વરુણ ધવન માટે ખુદ તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ. વરુણ ધવનની પત્ની નતાશા પણ આ ઈવેન્ટમાં આવી હતી, પરંતુ તમામ લાઈમલાઈટ જાહ્નવી કપૂરે ખેંચી હતી. (pic Credit- AFP)

જોકે વરુણ ધવન પણ બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. બંનેની જોડી સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મમાં જાહ્નવી અને વરુણ પતિ-પત્નીની ભૂમિકા ભજવી રહ્યા છે. બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. (pic Credit- AFP)

બવાલનું ટ્રેલર જોઈને સમજી શકાય છે કે આ આખી ફિલ્મ પ્રેમ, ડ્રામા અને ઈમોશનથી ભરપૂર હશે. આ ફિલ્મમાં વરુણ ધવન અજ્જુ ભૈયા બન્યો છે અને જાહ્નવી નિશાની ભૂમિકા ભજવી રહી છે. તેમની મુલાકાત અને પછી લગ્નની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવશે. (pic Credit- AFP)

જોકે સ્ટોરીમાં ઘણા ફની ટ્વિસ્ટ પણ આવશે. જે બવાલની વાર્તાને મજેદાર બનાવશે. આ ફિલ્મ 21 જુલાઈએ OTT પ્લેટફોર્મ Amazon Prime પર રિલીઝ થઈ રહી છે. (pic Credit- AFP)