Chandrayaan-3 : મહિલાના હાથમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની કમાન, જાણો કોણ છે રિતુ કરિધાલ ?
Chandrayaan 3 Mission: ભારતના મંગલયાન મિશનની સફળતામાં તે મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલનો હાથ હતો, તેમના પર આ વખતે ચંદ્રયાન-3 મિશનની સોફ્ટ લેન્ડિંગની જવાબદારી છે. ચાલો જાણીએ તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો.

14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ભારતનું મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 લોન્ચ થશે. તેની લેન્ડિંગ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર કરવામાં આવશે. આ ધ્રુવ પર હમણા સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી નથી શક્યો. ખાસ વાત એ છે કે સોફ્ટ લેન્ડિગની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલના માથે છે. ઈસરોના ચેયરમેન એસ.સોમનાથએ જણાવ્યુ કે, ચંદ્રયાન-3 મિશનમાં 55 પ્રોજેક્ટ મેનેજર અને 29 ડિપ્ટી ડાયરેક્ટર કામ કરી રહ્યા છે.

ચંદ્રયાન પ્રોજેક્ટના ડાયરેક્ટર પી.વીરા મુથુવેલ છે, જ્યારે મિશન ડાયરેક્ટર રિતુ કરિધાલ છે. રિતુ કરિધાલ મંગલયાન મિશનમાં પણ ડિપ્ટી ઓપરેશન ડાયરેક્ટ, જ્યારે ચંદ્રયાન-2માં પણ મિશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. રિતુ કરિધાલને 'રોકેટ વુમન' તરીકે પણ ઓળખવામાં આવે છે.

રિતુ કરિધાલ લખનઉની રહેવાસી છે. તેમનું શરુઆતનું શિક્ષણ લખનઉના સેન્ટ એન્ગીસ સ્કૂલમાં થયુ હતુ. લખનઉ વિશ્વવિદ્યાલયથી તેમણે ભૌતિક વિષયમાં MSC કર્યું હતુ. ત્યાર બાદ તેમણે એરોસ્પેસ ઈન્જિનિયરિંગમાં એમટેક કરવા ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લુરુ પહોંચ્યા હતા. એમટેક બાદ PHD દરમિયાન તેમને નોકરી મળી. વર્ષ 2007માં રિતુને ઈસરો યુવા વૈજ્ઞાનિક એવોર્ડ પણ મળ્યો.

વર્ષ 1997માં તેમણે ઈસરોમાં નોકરી માટે એપ્લાય કર્યું હતુ, પણ નોકરી માટે તેમણે PHD છોડવી પડી હતી. PHDમાં ગાઈડેન્સ પૂરુ પાડનાર પ્રોફએસર મનીષા ગુપ્તાએ રિતુને ઈસરોમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરી હતી.

રિતુના લગ્ન બેંગ્લોરના ટાઈટન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા અવિનાશ શ્રીવાસ્તવ સાથે થયા હતા. તેમને 2 બાળકો, દીકરો આદિત્ય અને દીકરી અનીષા છે. રિતુના પરિવારમાં 2 ભાઈ અને 1 બહેન પણ છે. રિતુ પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપે છે.