AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્રગ્રહણ 2026: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, કર્ક સહિત આ 5 રાશિઓને કરવો પડશે સંઘર્ષનો સામનો

ચંદ્ર ગ્રહણ 2026: ચાલુ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ રક્ષાબંધનના અવસરે એટલે કે 28 ઓગસ્ટે થવા જઈ રહ્યુ છે. આ ચંદ્રગ્રહણ આમ તો ભારતમાં અદૃશ્ય રહેશે પરંતુ તેનો પ્રભાવ રાશિઓ પર જોવા મળશે. ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહ્યુ છે. આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે જ્યાંથી પહેલેથી જ રાહુ વિરાજમાન છે. સાથે જ કેતુની દૃષ્ટિ પણ રહેવાની છે. ગ્રહોના આ યોગ-સંયોગથી કર્ક, સિંહ સહિત 5 રાશિઓને કેરિયરમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો પારિવારિક જીવનમાં પણ ઉતાર-ચડાવ જોવા મળશે.

| Updated on: Aug 20, 2026 | 6:29 PM
Share
વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે થવાનું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહ્યુ છે સાથે જ આ દરમિયાન કુંભ રાશી પર કેતુની દૃષ્ટિ પણ રહેશે. આ સમયે સૂર્ય પણ કેતુથી પીડિત હશે. કારણ કે કેતુ અને સૂર્ય એકસાથે સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. ચંદ્રગ્રહણ અને રાહુ કેતુના પ્રભાવથી કર્ક, સિંહ સહિત 5 રાશિઓને ઘણો સંઘર્ષનો સામનો કરવો પજી શકે છે. આ રાશિઓને કોઈને કોઈ કારણે ઓચિંતા ખર્ચ અને આર્થિક અડચણોનો સામનો કરવો પડી શકે છે. તો પારિવારિક જીવનમાં મતભેદનો સામનો કરવો પડી શકે છે.

1 / 6
આ ચંદ્રગ્રહણ દરમિયાન રાશી સ્વામી ચંદ્રમાં કુંભ રાશિમાં જવાથી રાહુ કેતુથી પીડિત થશે કારણ કે રાહુ ગ્રહણ દરમિયાન ચંદ્રમાં ની સાથે રહેશે અને તેને ગળી જશે. જ્યારે કેતુ ચંદ્રમાંના સપ્તમ ભાવમાં થઈને પ્રતિકૂળ અસર ઉભી કરશે. એવામાં કર્ક રાશિના જાતકોને ગ્રહણના પ્રભાવથી સપ્ટેમ્બર મહિનામાં આર્થિક બાબતોમાં ઓચિંતા ખર્ચનો સામનો કરવો પડશે. કોઈ ખોટો નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે. તબિયતનું ધ્યાન રાખવુ જરૂરી છે. કેટલીક ઘટનાઓને કારણે મન વ્યથિત રહેશે.

2 / 6
સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ રાશિના સાતમાં ભાવમાં લાગશે. આ ગ્રહણ દરમિયાન રાહુની દૃષ્ટિ પણ રાશી પર રહેશે. જ્યારે કેતુ તમારી રાશિમાં પહેલેથી હાજર છે. આ સમયે કાયદાકીય જોખમ અને બેદરકારીથી બચવાની સલાહ આપવામાં આવે છે. મિલકત સંબંધી બાબતોમાં સાવધાની રાખવી, વાહન ધ્યાનથી ચલાવવુ, તબિયત સાચવવી. વૈવાહિક જીવનમાં ડામાડોળની સ્થિતિ અને મતભેદને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે.

3 / 6
મકર રાશી માટે આ ગ્રહણ રાશિના બીજા ભાવમાં હશે. આ દરમિયાન સંયમ અને ગંભીરતાથી વર્તવુ. કોઈ નિકટના સંબંધીને કારણે તમને માનસિક તણાવ અને આર્થિક ઉલઝનોનો સામનો કરવો પડી શકે છે. આ સમયે લાગણીવશ નહીં પરંતુ વ્યવહારુતાથી વિચારવુ જરૂરી છે. નહીં તો સમસ્યાઓ વધી શકે. જો કે ગુરુની દૃષ્ટિ ને કારણે તમે સ્થિતિને સંભાળી લેશો. ખર્ચ વધશે પરંતુ કમાણીથી તમે ખર્ચનુ સંતુલન કરી શકશો.  તમારા માટે સલાહ છે કે આ સમયે કોઈની સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો. ત્યાં સુધી કે આંખે જોયેલી વાતો પણ ગેરસમજ ઉભી કરી શકે છે.

4 / 6
ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર કુંભ રાશી માં જ જોવા મળશે. એવામાં તમારે સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સંયમિત અને ગંભીર રહીને ચાલવુ પડશે.  આર્થિક બબતોમાં મોટા નિર્ણયો લેતા પહેલા તમામ પાસા પર વિચાર કરવો. કોઈ કારણે જમા ધન પણ ખર્ચ કરવુ પડી શકે છે. જોખમવાળા કામ અને રોકાણથી બચવુ જોઈએ.

5 / 6
આ સમયે મીન રાશી પર સાડા સાતી પહેલાથી ચાલી રહી છે. આથી દ્વાદશ ભાવમાં ચંદ્રનું ગ્રહણ લાગવાથી તમને ચેપ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. આર્થિક બાબતોમાં તમારે સતર્કતાથી વર્તવુ જોઈએ. વિરોધીઓ અને શત્રુઓથી તમારે સતર્ક રહેવુ પડશે. કેટલાક લોકોના ચહેરા પરથી માસ્ક ઉતરશે અને સચ્ચાઈ પમ સામે આવશે. જેનાથી તમને માનસિક કષ્ટ થઈ શકે છે. ઘર અને પ્રોપર્ટીના મામલે તમારે ખર્ચ કરવો પડી શકે છે.

6 / 6

શિવલિંગ પર આવેલા 7 પ્રમુખ સ્થાન શું દર્શાવે છે? દરેક સ્થાનનું જાણો મહત્વ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">