Budget 2025 : નિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સુધારા, “BharatTradeNet”ની કરાશે સ્થાપના
હવે નિકાસકારોને તેમના ઉત્પાદનોની નિકાસ કરવા માટે 6 મહિનાને બદલે 1 વર્ષનો સમય મળશે, અને જરૂરિયાત મુજબ 3 મહિનાનું વધારાનું વિસ્તરણ પણ મેળવી શકશે. ડ્યુટી-ફ્રી ઇનપુટ યાદીમાં 9 નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે*, જે હસ્તકલા ઉદ્યોગમાં નિકાસને વેગ આપશે.

બજેટ 2025 નિકાસને પ્રોત્સાહિત કરવા, વ્યાપાર પ્રક્રિયાઓને સરળ બનાવવા અને વૈશ્વિક વેપાર નેટવર્કમાં ભારતને વધુ મજબૂત સ્થિતિમાં મૂકવા માટે ઘણા મહત્વપૂર્ણ સુધારા રજૂ કરે છે.

બજેટ 2025માં આયાત અને નિકાસ અંગેની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. નિકાસને પ્રોત્સાહન આપવા માટે સુધારા કરવામાં આવ્યા છે. હાથબનાવટની વસ્તુની નિકાસ માટેની સમય મર્યાદા લંબાવવામાં આવી છે

હવે નિકાસકારોને તેમના ઉત્પાદનોની નિકાસ કરવા માટે 6 મહિનાને બદલે 1 વર્ષનો સમય મળશે, અને જરૂરિયાત મુજબ 3 મહિનાનું વધારાનું વિસ્તરણ પણ મેળવી શકશે. ડ્યુટી-ફ્રી ઇનપુટ યાદીમાં 9 નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે*, જે હસ્તકલા ઉદ્યોગમાં નિકાસને વેગ આપશે.

ચામડા ઉદ્યોગની નિકાસ માટે વેટ બ્લુ લેધર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી (BCD) સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે જેથી ઘરેલુ મૂલ્યવર્ધન અને રોજગાર નિર્માણને પ્રોત્સાહન મળે. ક્રસ્ટ લેધર પર 20% નિકાસ જકાત નાબૂદ*, જે નાના ચામડાના વ્યવસાયો માટે નિકાસ કરવાનું સરળ બનાવશે.

દરિયાઈ ઉત્પાદનો ટેક્સ ફ્રી રહેશે જેમાં ફ્રોઝન ફિશ પેસ્ટ (Surimi) પર બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) 30% થી ઘટાડીને 5% કરી છે. માછલી હાઈડ્રોલાઈઝેટ પર BCD (માછલી અને ઝીંગા ફીડ માટે) 15% થી ઘટાડીને 5%* કર્યા છે. આ ફેરફારો ભારતની સીફૂડ નિકાસને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદ કરશે.

અસ્થાયી મૂલ્યાંકન ને અંતિમ સ્વરૂપ આપવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. અગાઉ આયાતકારો માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા ન હતી, જેના કારણે અનિશ્ચિતતા સર્જાઈ હતી. હવે પ્રોવિઝનલ એસેસમેન્ટ 2 વર્ષની અંદર પૂર્ણ કરવું ફરજિયાત રહેશે, જે ફક્ત 1 વર્ષ સુધી લંબાવી શકાય છે.

ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) "BharatTradeNet" ની સ્થાપના કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય વેપાર માટે સંકલિત દસ્તાવેજીકરણ અને ધિરાણ ઉકેલ પ્રદાન કરશે. આ પ્લેટફોર્મ યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (યુલિપ) સાથે જોડાયેલું હશે અને તે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ હશે.

"ગ્લોબલ સપ્લાય ચેઇન"માં ભારતની ભાગીદારી વધારવા માટેના નવા પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓના વિકાસને સમર્થન આપવામાં આવશે, જેથી ભારત વૈશ્વિક પુરવઠા શૃંખલાનો મહત્વપૂર્ણ ભાગ બની શકે. પસંદ કરેલ ઉત્પાદનો અને પુરવઠા શૃંખલાઓ માટે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વિશેષ "Facilitation Groups" બનાવવામાં આવશે. આયાતી કાચા માલના અંતિમ ઉપયોગ માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. અગાઉ, ઉદ્યોગો માટે 6 મહિનાની અંદર આયાતી ઇનપુટ્સનો ઉપયોગ કરવો ફરજિયાત હતો, જે હવે 1 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે. હવે કંપનીઓએ માસિક રિપોર્ટને બદલે માત્ર ત્રિમાસિક રિપોર્ટ્સ સબમિટ કરવાના રહેશે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































