BSNL ફરી લાવ્યું રું 200થી પણ સસ્તો પ્લાન ! 70 દિવસ એક્ટિવ રહેશે સિમ
કંપની તેના યુઝર્સને સસ્તા દરે લાંબી વેલિડિટી પ્લાન ઓફર કરી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે 200 રૂપિયાથી ઓછી કિંમતના આવા બે પ્લાન છે, જેમાં યુઝર્સને અમર્યાદિત કૉલિંગ, ડેટા અને લાંબી વેલિડિટી આપવામાં આવે છે.

Jio, Airtel અને Vi ને સખત સ્પર્ધા આપવા માટે, BSNL સતત નવી ઑફર્સ લાવી રહ્યું છે. કંપનીના સસ્તા પ્લાનનો લાભ લેવા લાખો લોકોએ તેમના નંબર BSNL પર પોર્ટ કર્યા છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પ્રાઈવેટ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ મોબાઈલ યુઝર્સ પાસે સસ્તા પ્લાન માટે માત્ર BSNLનો વિકલ્પ બચ્યો છે. BSNL એ હવે તેની યાદીમાં રિચાર્જ પ્લાનનો સમાવેશ કર્યો છે જેણે Jio, Airtel અને VIનું ટેન્શન વધાર્યું છે.

કંપની તેના યુઝર્સને સસ્તા દરે લાંબી વેલિડિટી પ્લાન ઓફર કરી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે 200 રૂપિયાથી ઓછી કિંમતના આવા બે પ્લાન છે, જેમાં યુઝર્સને અમર્યાદિત કૉલિંગ, ડેટા અને લાંબી વેલિડિટી આપવામાં આવે છે. આમાંનો એક પ્લાન એવો છે કે જેમાં યુઝર્સને 70 દિવસ સુધીની વેલિડિટી આપવામાં આવી રહી છે.

BSNL નો 199 રૂપિયાનો પ્લાન : BSNLનો આ રિચાર્જ પ્લાન 199 રૂપિયાની કિંમતે આવે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળે છે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસની વેલિડિટી મળે છે એટલે કે યુઝર્સને કુલ 60GB ડેટાનો લાભ મળે છે. આ સિવાય આ પ્લાન દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વૉઇસ કૉલિંગનો લાભ પણ આપે છે. વધુમાં, યુઝર્સ દિલ્હી અને મુંબઈમાં MTNL નેટવર્ક પર ફ્રી કૉલિંગ અને રોમિંગનો પણ લાભ લઈ શકશે.

BSNL નો 197 રૂપિયાનો પ્લાન : ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન 197 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કુલ 70 દિવસની વેલિડિટી મળે છે. આ કોઈપણ ટેલિકોમ કંપનીનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે, જેમાં 70 દિવસ સુધીની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 18 દિવસ માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગનો લાભ મળે છે.

ત્યારે જેટલી કિંમતમાં અન્ય કંપની 84 અને 90 દિવસની વેલિડીટી આપી રહ્યું છે તેટલી કિંમતમાં BSNL તમને 300 દિવસની વેલિડિટી સાથે નો જબરદસ્ત પ્લાન આપી રહી છે, જેમાં દરરોજ 2 GB હાઈસ્પિડ ડેટા સાથે રોજ 100 SMSની સુવિધા આપી રહ્યું છે.






































































