OTT Releases This Week: 12 થી 16 ઓક્ટોબર દરમિયાન OTT પર રિલીઝ થશે આ ફિલ્મો અને સીરિઝ
ઓટીટી (OTT) પર આ અઠવાડિયે શાનદાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને સીરિઝ તમે વીકએન્ડમાં ઘરે બેસી પરિવાર સાથે તેમજ ફ્રેન્ડ સાથે જોઈ શકો છો.

નેટફ્લિક્સથી લઈ જિયોહોટસ્ટાર સુધી આ અઠવાડિયે મનોરંજનનો ડબલ ડોઝ મળવાનો છે. ઓટીટી પર 7 ફિલ્મ અને સીરિઝ રીલિઝ થવાની છે. જેમાં તમને કોમેડી, સસ્પેન્સ, થ્રિલર અને ડ્રામાથી ભરપુર સીન જોવા મળશે.

નેટફ્લિક્સથી લઈ જિયોહોટસ્ટાર સુધી આ અઠવાડિયે મનોરંજનનો ડબલ ડોઝ મળવાનો છે. ઓટીટી પર 7 ફિલ્મ અને સીરિઝ રીલિઝ થવાની છે. જેમાં તમને કોમેડી, સસ્પેન્સ, થ્રિલર અને ડ્રામાથી ભરપુર સીન જોવા મળશે.

સિલ્વેસ્ટર સ્ટાલન અને માર્ટિન સ્ટારની ટલ્સા કિંગની સીઝન-4 ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. આ સીરિઝને તમે 16 ઓક્ટોમ્બરના રોજ જિયોહોટસ્ટાર પર જોઈ શકો છો. આ સીરિઝની ચોથી સીઝનની ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. હવે ફાઈનલી આ સીરિઝને ઓડિયન્સ 16 ઓક્ટોમ્બરથી જોઈ શકશે.

આ રિયાલિટી શો પણ આ લિસ્ટમાં સામેલ છે. રણવિજય સિંહનોઆ શો આ વખતે નેટફિલ્કસ અને જિયોહોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહ્યો છે. ચાહકો આ શોને ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકે છે. આ શો 16 ઓક્ટોમ્બરથી શરુ થવા જઈ રહ્યો છે. આ શોમાં નેહા ધૂપિયા, નિખિલ ચિનપ્પા, નેહા ધૂપિયા, પ્રિન્સ નરુલા,અભિષેક મલ્હાન,બાની જે અને બસીર અલી પણ ગેંગ લીડર બની જોવા મળશે.

કરણ જોહરનો આ શો આ અઠવાડિયે ઓટીટી પર આવી રહ્યો છે. આ શો 14 ઓક્ટોમ્બરથી જિયોહોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શોમાં દર વખતની જેમ બોલિવુડના જાણીતા ચેહરાઓ જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ શોનો પ્રોમો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

મલયાલમ વેબ સીરિઝ આ અઠવાડિયે રિલીઝ થવાની છે. આ સીરિઝ તમે 15 ઓક્ટોમ્બરથી જિયોહોટસ્ટાર પર તમારા વોચ લિસ્ટમાં સામેલ કરી શકો છો. આ સીરિઝ તમિલ,તેલુગુ,હિન્દી અને કન્નડ ભાષામાં પણ જોઈ શકો છો.

આ શો તમારા બાળકોને ખુબ પસંદ આવશે. મોટુ પતલુ સ્ટોન એજ એન્ડવેન્ચર એનિમેટેડ સીરિઝ 12 ઓક્ટોમ્બરથી રિલીઝ થઈ રહી છે. આ સીરિઝને તમે જિયોહોટસ્ટાર પર જોઈ શકો છો. આ સીરિઝ તમે બાળકો સાથે બેસી જોઈ શકો છો. બાળકો આ સીરિઝ જોવા માટે ખુબ ઉત્સાહિત છે.

સ્ટીવન સ્પીલબર્ગની આ સાયન્સ-ફિક્શન ફિલ્મ આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ રહી છે. તમે આ ફિલ્મ 12 ઓક્ટોબરથી JioHotstar પર જોઈ શકો છો. આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં એમિલી બ્લન્ટ, જોશ ઓ'કોનર, કોલિન ફર્થ અને ઇવ હ્યુસનનો સમાવેશ થાય છે.
લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ.વેબ સીરિઝના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
