અમદાવાદમાં 160 થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું કોર્પોરેશનનું બુલ્ડોઝર, તંત્રએ 26 હજાર ચોરસ મીટર જગ્યા કરાવી ખાલી – જુઓ Video
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આંબા તળાવ અને તલાવડી આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલા બાંધકામો પર તંત્રએ કડક પગલાં લીધા છે.
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આંબા તળાવ આસપાસની જગ્યાને દબાણમુક્ત કરવા માટે તલાવડી પાસે ગેરકાયદેસર રીતે બનેલા મકાન, ઝૂંપડા અને દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે.
આ આખી કામગીરી અંતર્ગત AMC દ્વારા 160 થી વધુ ઝૂંપડા, 50 દુકાન અને 2 મકાન તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ દબાણો હટાવવા માટે અગાઉ અનેક નોટિસ આપવામાં આવી હતી. અનેક નોટિસ આપવા છતાં પણ મકાન અને દુકાનો ખાલી ન કરવામાં આવતા આખરે AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ મેગા ડિમોલિશનના કારણે 26 હજાર ચોરસ મીટરથી પણ વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે.
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે રાજ્ય સરકાર રૂ. 547 કરોડના ખર્ચે આરોગ્ય મંદિર, શિક્ષણ મંદિર બનાવશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
