AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brazil vs Morocco, FIFA World Cup 2026 : 88 વર્ષમાં પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ ક્યારેય હાર્યું નથી બ્રાઝીલ

FIFA World Cup 2026, Group C Match Result : બ્રાઝીલે મોરક્કો વિરુદ્ધ પોતાની પહેલી મેચ ડ્રો રમી હતી. આ ડ્રોની સાથે તેમણે 88 વર્ષથી વર્લ્ડકપમાં ચાલી રહેલા પહેલી મેચ ના હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

Brazil vs Morocco, FIFA World Cup 2026 : 88 વર્ષમાં પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ ક્યારેય હાર્યું નથી બ્રાઝીલ
| Updated on: Jun 14, 2026 | 7:52 AM
Share

Brazil vs Morocco Match Result: ફીફા વર્લ્ડકપ 2026ના ગ્રુપ સીમાં બ્રાઝીલે પોતાની પહેલી મેચ મોરક્કો વિરુદ્ધ રમી હતી. બંન્ને ટીમ વચ્ચે આ મેચ ન્યુ જર્સીના ઈર્સ્ટ રધરફોર્ડમાં ન્યુયોર્ક ન્યુ જર્સી સ્ટેડિયમમાં રમાઈ હતી. બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે રમાયેલી આ મેચ 1-1થી ડ્રો રહી હતી. મેચ ડ્રો સાથે પૂર્ણ થતા બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં 88 વર્ષથી ચાલી રહેલા પોતાની પહેલી મેચ ના હારવાના રેકોર્ડને જાળવી રાખ્યો છે. બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની ઓપનિંગ મેચમાં છેલ્લી વખત હાર 1934માં સ્પેન વિરુદ્ધ 1-3થી મળી હતી પરંતુ ત્યારબાદ 1938 થી 2026 વચ્ચે ચાલી રહેલા 88 વર્ષમાં બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની કોઈ પણ ઓપનિંગ મેચ હારી નથી.

બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે મેચ 1-1થી ડ્રો

ન્યુયોર્ક ન્યુજર્સી સ્ટેડિયમમાં બ્રાઝીલની ટીમ નેમાર વિના રમવા ઉતરી હતી. નેમાર ઈજાના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. નેમાર વિના રમાયેલી આ મેચ બ્રાઝીલ વિરુદ્ધ મોરક્કોએ સ્પીડમાં રમતની શરુઆત કરી હતી. જેનો ફાયદો તેને આ મેચની 21મી મિનિટમાં મળ્યો હતો. જ્યારે ઈસ્લામ સાઈબેરીએ ગોલ કરી ટીમને 1-0થી લડત અપાવી હતી. આ ગોલ બાદ બ્રાઝીલે પોતાની રમત બદલી બ્રાઝીલે મોરક્કોના ગોલપોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો. તેમજ છેલ્લી મેચની 32મી મિનિટમાં તેને સફળતા મળી હતી. બ્રાઝીલ માટે વિનિસિયસ જૂનિયરે ગોલ કરી મેચ 1-1થી બરાબરી કરી હતી. ત્યારબાદ પરિણામ 1-1નું રહ્યું હતુ.

મેચનો ઉત્સાહ એટલો તીવ્ર હતો કે FIFA અધ્યક્ષ પણ આ મેચની મજા માણતા જોવા મળ્યા હતા. જોકે, બીજા હાફમાં બંને ટીમો ફરી ગોલ કરવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે મેચ ડ્રો થઈ અને બંને ટીમોએ પોઈન્ટ વહેંચી લીધા.

88 વર્ષથી હાર્યું નથી બ્રાઝીલ

જોકે, બ્રાઝિલે મોરોક્કો સામે ડ્રો કરીને પોતાની શરૂઆતની મેચ ન હારવાનો 88 વર્ષનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 1938 થી 2026 સુધી, બ્રાઝિલ 1938 થી ફિફા વર્લ્ડ કપમાં ક્યારેય પોતાની શરૂઆતની મેચ હાર્યું નથી. આ 88 વર્ષોમાં રમાયેલી 21 શરૂઆતની મેચોમાં, બ્રાઝિલે 17 જીત મેળવી છે અને 4 ડ્રો કરી છે. તેણે 48 ગોલ કર્યા છે અને 18 ગોલ ગુમાવ્યા છે.

FIFA વર્લ્ડ કપએ વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત પુરુષોની રાષ્ટ્રીય ટીમો વચ્ચેની ફૂટબોલ સ્પર્ધા છે, વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">