13 June 2026

આ 5 લોકોએ આમળા ખાવાનું ટાળવું જોઈએ !

Photo Credit - Whisk

એસિડિટી અથવા પેટ ખરાબ હોય તો આમળા સેવન કરવું નહીં.

આનાથી એસિડ રિફ્લક્સ થઈ શકે છે અને હાર્ટબર્ન વધી શકે છે.

જો તમને લો બ્લડ પ્રેશર હોય તો આમળા ખાવાનું ટાળવું જોઈએ.

આમળા બ્લડ પ્રેશરને વધુ ઘટાડવાનું કામ કરી શકે છે.

જેનાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

આમળાથી લોહી પાતળું થઈ શકે છે.

તેથી સર્જરી કરાવવા જઈ રહેલા લોકોએ આમળા ખાવાનું ટાળવું જોઈએ.

કિડની સ્ટોન દર્દીઓ માટે આમળા હાનિકારક હોઈ શકે છે.

આમળાને કારણે ઓક્સાલેટ્સનું પ્રમાણ વધી શકે છે.

તેનાથી કિડની સ્ટોનની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

આમળાની એલર્જી ધરાવતા લોકોએ આમળાનું સેવન કરવું નહીં.

તેનાથી ખંજવાળ, ફોલ્લીઓ અને સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.