AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના નાસીરનગરમાં ડિમોલિશન વિવાદ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા, જુઓ Video

Breaking News : સુરતના નાસીરનગરમાં ડિમોલિશન વિવાદ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2026 | 6:03 PM
Share

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનનો વિવાદ વકર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે આ અંગે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે અને તપાસ કમિટીની રચના થઈ હોવાનું જણાવ્યું છે.

સુરતના નાસીરનગરમાં કથિત ભૂતિયા ડિમોલિશનનો મામલો રાજ્ય સ્તરે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ વિવાદ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે તેઓ આ અંગે કંઈ બોલી શકે તેમ નથી. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે, અને કમિશનર શ્રીને સૂચના આપ્યા બાદ આ કમિટી નિમવામાં આવી છે. તપાસ કમિટીનો રિપોર્ટ કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવશે, જે પછી જાહેર કરવામાં આવશે.

રાજન પટેલે વધુમાં જણાવ્યું કે, આ મામલો હવે હાઈકોર્ટ મેટર બની ગયો છે, જેથી તેઓ તાત્કાલિક જવાબ આપી શકે તેમ નથી. ડિમોલિશન કયા નેતાના ઇશારે થયું તેવા પ્રશ્નો પૂછાતા તેમણે બેખબર હોવાનો ડોળ કર્યો હતો, જેના પરથી તેઓ ડિમોલિશનના સવાલોથી બચતા જોવા મળ્યા. તેમણે મહાનગરપાલિકાનો બચાવ કર્યો હતો.

હાલમાં આ મુદ્દે સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ એટલો વકર્યો છે કે રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લીધી છે. શહેરી વિકાસ વિભાગે સુરત મહાનગરપાલિકા પાસેથી આ મામલે વિગતવાર સ્પષ્ટતા માંગી છે. સમગ્ર ઘટનાક્રમ હવે ગાંધીનગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને અનેક સવાલો ઊભા થતાં રાજ્ય સરકાર સક્રિય બની છે.

અકસ્માત બાદ પીડિતોને ઓળખવા માટે ડોક્ટરોએ દિવસ-રાત કેવી રીતે કામ કર્યું, જુઓ Video

Published on: Jun 12, 2026 06:02 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">