ક્રિકેટ પીચથી લઈ પોલીસની વર્દી, આવી રહી છે ક્રિકેટરની સફળ સફર, જુઓ પરિવારમાં કોણ કોણ છે
રિચા ઘોષનો જન્મ 28 સપ્ટેમ્બર 2003 રોજ થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ભારતની મહિલા રાષ્ટ્રીય ટીમમાં વિકેટ-કીપર-બેટર તરીકે રમે છે. ક્રિકેટ પીચ થી લઈ પોલીસની વર્દી આવી રહી છે ક્રિકેટરની સફળ, જુઓ પરિવારમાં કોણ કોણ છે

બાળપણમાં, તે તેના પિતા સાથે તાલીમ લેતી હતી, જ્યારે તે પ્રેક્ટિસ કરતી હતી, ત્યારે તેના ગામમાં છોકરીઓની કોઈ ટીમ નહોતી, તેથી તે તેની એકેડેમીમાં છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી.

તે ઘરેલુ ક્રિકેટમાં બંગાળ અને મહિલા પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રતિનિધિત્વ કરે છે. રિચા ઘોષ 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ, 2022 મહિલા એશિયા કપ અને 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતી.

2020માં 16 વર્ષની ઉંમરે 2020ના T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તે જ મહિનામાં તેને 2020ની ત્રિ-રાષ્ટ્રીય સીરિઝ માટે ભારતની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતુ.

12 ફેબ્રુઆરી 2020ના રોજ તેમણે સીરિઝની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે T20I ડેબ્યૂ કર્યું હતુ.મે 2021માં તેને પહેલી વાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

ઓગસ્ટ 2021માં રિચા ઘોષને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરવામાં આવી હતી, તેને એકમાત્ર ટેસ્ટ મેચ અને ODI મેચ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. 21 સપ્ટેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI ડેબ્યૂ કર્યું હતુ.

2021-22ની બિગ બેશ લીગ સીઝનમાં હોબાર્ટ હરિકેન્સ માટે રમી. જાન્યુઆરી 2022માં તેને ન્યુઝીલેન્ડમાં 2022ના ODI વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

રિચા ઘોષને 2023 મહિલા પ્રીમિયર લીગ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 1.90 કરોડમાં ટીમમાં સામેલ કરી હતી.

ડિસેમ્બર 2023માં તેને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

21 ડિસેમ્બર 2023ના રોજ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે પ્રથમ ઇનિંગમાં 52 રન અને બીજા ઇનિંગમાં 13 રન બનાવ્યા હતા.2024 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

19 ડિસેમ્બર 2024ના રોજ રિચા ઘોષે વેસ્ટ ઇન્ડીઝ મહિલા સામેની ત્રીજી T20I દરમિયાન મહિલા T20Iમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.

રિચા ઘોષે 2025ના વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સાઉથ આફ્રિકા સામેની મેચમાં તેમણે 94 રન બનાવીને ઇનિંગને 102/65 થી રિકવર કરી, આ ઇનિંગે 8મા ક્રમે બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોરનો મહિલા વનડે રેકોર્ડ તોડ્યો હતો.

વર્લ્ડ કપમાં સફળતા બાદ રિચા ઘોષને 4 ડિસેમ્બર 2025ના રોજ પશ્ચિમ બંગાળ પોલીસમાં માનદ નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

તેમણે સિલિગુડી પોલીસ કમિશનરેટમાં સહાયક પોલીસ કમિશનર તરીકે ફરજ સંભાળી હતી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
