AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WFH Tips : વર્ક ફ્રોમ હોમ માટે પરફેક્ટ હોમ ઓફિસ કેવી રીતે બનાવશો ? જાણો 6 સરળ ઉપાયો

વર્ક ફ્રોમ હોમ ઘણા લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયું છે. પરંતુ ઘરમાં કામ કરતી વખતે યોગ્ય વાતાવરણ ન મળવાથી પ્રોડક્ટિવિટી અને ફોકસ બંને પર અસર પડી શકે છે. જો તમે પણ ઘરેથી કામ કરો છો અને વારંવાર ધ્યાન ભટકતું રહે છે તો અહીં આપેલી કેટલીક ટીપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

| Updated on: Jun 13, 2026 | 8:33 AM
Share
કુદરતી પ્રકાશમાં બેસવું : નબળી લાઇટ તમારા આંખો પર તાણ અને થાક વધારી શકે છે. શક્ય હોય તો તમારું વર્કસ્ટેશન એવી જગ્યાએ ગોઠવો જ્યાં કુદરતી પ્રકાશ આવતો હોય. જો તે શક્ય ન હોય તો સારી ગુણવત્તાવાળા ડેસ્ક લેમ્પ અથવા LED લાઇટનો ઉપયોગ કરવો જોઈએ.

1 / 7
યોગ્ય ફર્નિચર : લાંબા સમય સુધી બેસવાથી પીઠ, ગરદન અને ખભામાં દુખાવો થઈ શકે છે. આરામદાયક ખુરશી અને યોગ્ય ઊંચાઈવાળું ટેબલ તમારી બેસવાની સ્થિતિ સુધારે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

2 / 7
સ્માર્ટ સ્ટોરેજ સોલ્યુશન્સ અપનાવો : એક અવ્યવસ્થિત ડેસ્ક તમારા કામમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. તેનાથી તમારૂં મન વિચલિત થઈ શકે છે. ફાઇલો, નોટબુક્સ અને અન્ય આવશ્યક વસ્તુઓને વ્યવસ્થિત રાખવા માટે ડ્રોઅર અથવા સ્ટોરેજ બોક્સનો ઉપયોગ કરવો જોઈએ.

3 / 7
કેબલ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું : લેપટોપ, ચાર્જર અને અન્ય ઉપકરણોના વાયર ઘણીવાર તમારા ડેસ્કને અવ્યવસ્થિત કરે છે. કેબલ ક્લિપ્સ અથવા વાયર ઓર્ગેનાઇઝરની મદદથી તમે તમારું વર્કસ્પેસ સ્વચ્છ અને ગોઠવાયેલું રાખી શકો છો.

4 / 7
છોડ : નાના ઇન્ડોર છોડ ફક્ત તમારા કાર્યસ્થળને જ નહીં પરંતુ સ્ટ્રેસ ઘટાડવામાં અને સકારાત્મક વાતાવરણ બનાવવામાં પણ મદદ કરી શકે છે.

5 / 7
વર્કસ્પેસમાં મનપસંદ તસવીરો : તમારા વર્કસ્પેસમાં મનપસંદ તસવીરો, પ્રેરણાદાયક સુવિચારો અથવા ડેકોરેટિવ વસ્તુઓ મુકો. આથી જગ્યા વધુ આરામદાયક લાગી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Health Tips : Health Tips : શું સ્નાન પછી તરત જ એસીમાં બેસવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે ? જાણો નિષ્ણાતોની સલાહ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">