AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાલાલા ગીરમાં કેસર કેરીની આવકે તોડ્યો રેકોર્ડ, હરાજીમાં આવી 200 કરોડની કેરી- Video

તાલાલા ગીરમાં કેસર કેરીની આવકે તોડ્યો રેકોર્ડ, હરાજીમાં આવી 200 કરોડની કેરી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2026 | 8:23 PM
Share

વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની આવકમાં વધારો થયો છે. તાલાલા ગીરમાં કેસર કેરીની આવકે પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીના અત્યાર સુધીમાં 9 લાખથી વધુ બોક્સ ની આવક થઈ છે. માત્ર 55 દિવસમાં 9 લાખથી વધુ બોક્સ સાથે 200 કરોડની કેરી હરાજીમાં આવી છે.

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકે આગલા તમામ વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલુ વર્ષે ગીરમાં સાનુકૂળ વાતાવરણ અને યોગ્ય તાપમાનના કારણે કેસર કેરીની ગુણવત્તા અને મીઠાશમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. ગીરમાં કેસર કેરીની આવકે પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 55 દિવસમાં ગીરમાં અધધ 9.12 લાખ બોક્સ કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની આવક બમણાથી પણ વધુ થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગીરની પ્રખ્યાત કેસર કેરી તેની મીઠાશને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી છે અને તેની આ જ મીઠાશ અને સ્વાદને જોતા તેને GI ટેગ પણ મળેલો છે. ગીરની મીઠી મધુરી કેસર કેરીની યુરોપ, કેનેડા, અને ગલ્ફના દેશોમાં નિકાસ થાય છે. વૈશ્વિક બજારમાં પણ ભારે કેસરની ભારે ડિમાન્ડ રહે છે. જેના કારણે ગીર સોમનાથના તાલાલા પંથકમાં આ સિઝન ખેડૂતો માટે ઘણી ફળદાયી સાબિત થઈ છે.

Input Credit- Dilip Mori- Gir Somnath

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગઈ 260 જિંદગી

Published on: Jun 13, 2026 08:22 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">