AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાના DEOએ છેડ્યો વિવાદનો મધપૂડો, વસ્તીગણતરીનુ કામ શાળા સમયમાં ના કરવા કર્યો હુકમ

રાજ્યભરમાં વસ્તી ગણતરીની પ્રથમ તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્રે શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. પરિપત્ર મુજબ વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોની કામગીરીને ઓન ડ્યુટી ગણવામાં નહીં આવે.

બનાસકાંઠાના DEOએ છેડ્યો વિવાદનો મધપૂડો, વસ્તીગણતરીનુ કામ શાળા સમયમાં ના કરવા કર્યો હુકમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2026 | 1:54 PM
Share

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વસ્તી ગણતરી કામગીરીને લઈને બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈને વિવાદ ઉભો થયો છે. પરિપત્રમાં વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોની કામગીરીને ઓન ડ્યુટી નહીં ગણવાની અને શાળાના સમય બાદ આ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હોવાથી, વસ્તી ગણતરી કાર્યમાં જોડાયેલા શિક્ષકો નારાજ છે. જ્યારે આ મુદ્દે શિક્ષક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને પરિપત્ર પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટરને પણ રજૂઆત કરી છે.

રાજ્યભરમાં વસ્તી ગણતરીની પ્રથમ તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્રે શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. પરિપત્ર મુજબ વસ્તી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોની કામગીરીને ઓન ડ્યુટી ગણવામાં નહીં આવે. આ પરિપત્રમાં શિક્ષકોએ શાળાના સમય સિવાયના કલાકોમાં વસ્તી ગણતરીનું કાર્ય કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોબાઈલ ફોનના ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે.

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીના આ વિવાદાસ્પદ પરિપત્ર સામે શિક્ષક સંઘે બાયો ચડાવી છે. શિક્ષક સંઘનું કહેવું છે કે આ પરિપત્ર રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓના પરિપત્રોથી વિપરીત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પડાયેલા પરિપત્ર અને બનાસકાંઠા શિક્ષણ વિભાગના પરિપત્ર વચ્ચે ભારે વિસંગતતા છે.

વિવાદ માત્ર ઓન ડ્યુટીના મુદ્દે જ સીમિત નથી. જિલ્લા શિક્ષક સંઘે આ સમગ્ર મામલે બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત કરી છે અને વિવાદિત પરિપત્ર પરત ખેંચી શિક્ષકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરી છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો પરિપત્ર પરત નહીં ખેંચાય તો રાજ્ય શિક્ષક સંઘના માર્ગદર્શન મુજબ આગામી સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત મોબાઈલ ફોનના ઉપયોગને લઈને મુકાયેલા પ્રતિબંધનો પણ વિરોધ થઈ રહ્યો છે. શિક્ષકોનું કહેવું છે કે હાજરી નોંધાવવાથી લઈને વિવિધ શૈક્ષણિક વિગતો અપલોડ કરવા અને હવે વસ્તી ગણતરીની કામગીરી પણ મોટાભાગે મોબાઈલ મારફતે જ કરવાની હોય છે. ત્યારે મોબાઈલ પર પ્રતિબંધ વ્યવહારિક નથી. <

h1 class=”article-HD”>Breaking News : રાજકોટમાં પગ મૂકતા જ હર્ષ સંઘવીને મળ્યો એક સંકેત અને પહોંચ્યા નરેશ પટેલના ઘરે ! સર્જાયા અનેક તર્કવિતર્ક, જુઓ Video

Follow Us
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
g clip-path="url(#clip0_868_265)">