AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા: ખેડૂતોનો હલ્લાબોલ! જૂના ઠરાવ મુજબ ખરીદી કરવાની ઉગ્ર માગ, નાયબ કલેકટરને આપ્યું આવેદન - જુઓ Video

વડોદરા: ખેડૂતોનો હલ્લાબોલ! જૂના ઠરાવ મુજબ ખરીદી કરવાની ઉગ્ર માગ, નાયબ કલેકટરને આપ્યું આવેદન – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2026 | 4:55 PM
Share

વડોદરાના ડભોઇમાં જુવારના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. પાક સડી જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ APMC ખાતે ઉપવાસ કરી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી જૂના ઠરાવ મુજબ ખરીદી કરવાની ઉગ્ર માગ કરી છે.

વડોદરા જિલ્લાના ડભોઇમાં ખેડૂતો પોતાની પડતર માગણીઓને લઈને આંદોલનના માર્ગે ઉતર્યા છે. સરકારના વર્તમાન ઠરાવ પ્રમાણે ખેડૂતોને જુવારના પૂરતા ભાવ મળી રહ્યા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માગ છે કે, સરકાર દ્વારા જૂના ઠરાવ મૂજબ જ જુવારની ખરીદી કરવામાં આવે.

જો જૂના ઠરાવ પ્રમાણે ખરીદી નહીં થાય, તો જગતના તાતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. આ ઉપરાંત, જો સમયસર જુવારની ખરીદી શરૂ કરવામાં નહીં આવે તો કિંમતી પાક સડી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. પોતાના આ જ આક્રોશને વાચા આપવા માટે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ APMC ખાતે ઉપવાસ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ખેડૂતોએ એક રેલી યોજી હતી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને પોતાની માગણીઓ પૂરી કરવા રજૂઆત કરી હતી.

Surat Breaking News : નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના લાગ્યા આરોપ !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">