પ્રેમની આ સિઝનમાં, જ્યારે ઘણા યુગલો જીવનભર સાથે રહેવા અને લગ્ન કરવાનું વચન આપે છે, ત્યારે કેટલાક એવા સ્ટાર્સ છે જે છૂટાછેડાનુ જીવન જીવે છે, જેમને ફરીથી લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.
1 / 6
સુઝાન ખાનથી ડિવોર્સ લીધા બાદ હૃતિક રોશન બોલિવૂડનો સૌથી એલિજિબલ બેચલર છે. આશ્ચર્યની વાત એ છે કે, થોડા સમય પહેલા જ્યારે રિહૃતિકને ફરીથી લગ્ન કરવા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે અભિનેતાએ કહ્યુ હતુ કે, 'આજે હું પુનર્લગ્ન વિશે વિચારી શકતો નથી. હું સંતોષ અનુભવું છું.'
2 / 6
હોલિવૂડ અભિનેત્રી સાન્દ્રા બુલોકે ગયા ડિસેમ્બરમાં ફરીથી લગ્ન કરવાનો કોઈ વિચાર ન હોવાનુ જણાવીને બધાને ચોંકાવી દીધા હતા. જેસી જેમ્સ સાથેના 7 વર્ષના લાંબા સંબંધો બાદ અભિનેત્રીએ છૂટાછેડા લીધા હતા.
3 / 6
બોલિવૂડ એક્ટ્રેસને બિઝનેસમેન સંજય કપૂરથી અલગ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. સંજયે બીજા લગ્ન કર્યા અને નવી સફર શરૂ કરી. જોકે કરિશ્માએ ફરી લગ્ન કરવા વિશે ક્યારેય વાત કરી નથી, પરંતુ બહેન કરીના કપૂર ખાને એકવાર કહ્યુ હતુ કે 'તે ફરી ક્યારેય લગ્ન નહીં કરે'.
4 / 6
બે નિષ્ફળ લગ્ન પછી હોલિવૂડ અભિનેત્રી ક્રિસ જેનરે કહ્યુ હતુ કે તેને ફરીથી લગ્ન કરવા જરૂરી નથી લાગતા.
5 / 6
અભિનેતા ખાલિદ સિદ્દીકી એક પુત્ર અને પુત્રીના સિંગલ પિતા છે.તમને જણાવી દઈએ કે, ખાલિદ અને તેની પત્નીએ 2013માં છૂટાછેડા લીધા હતા. છેલ્લા આઠ વર્ષથી તે પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. અભિનેતાએ ETimes ને કહ્યુ હતુ કે, મારા માટે બીજા લગ્નનો કોઈ વિકલ્પ નથી.