લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી લાગી ગોવિંદાની ભત્રીજી, જુઓ Photo

26 April, 2024 

Image - Socialmedia

આરતી સિંહે તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ગુરુવારે (25 એપ્રિલ) દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે.

Image - Socialmedia

આરતી સિંહે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા, દંપતી અને તેમના પરિવારોએ પીઠી, સંગીત અને મહેંદી વિધિમાં ભાગ લીધો હતો.

Image - Socialmedia

દરેક સમારોહમાં આરતી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના દરેક લુકે ફેન્સને પ્રભાવિત કર્યા છે. 

Image - Socialmedia

લાલ કલરના લહેંગાને ડબલ દુપટ્ટા સાથે સ્ટાઈલ કરવામાં આવ્યો હતો. આ સાથે ભારે ભરખમ જ્વેલરી આરતીએ પહેરી હતી.

Image - Socialmedia

ભારે જ્વેલરી બંગડીઓ, માથા પર ટીકો, નેકપીસ, મેચિંગ એરિંગ્સ અને લાલ બંગડીઓ સાથે અભિનેત્રીનો બ્રાઈડલ લુક જબરદસ્ત લાગી રહ્યો હતા 

Image - Socialmedia

આ કપલના લગ્નમાં ગ્લેમર જગતની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. મામા ગોવિંદા પણ તેમની ભાણીના લગ્નના ગ્લેમરમાં વધારો કરતા જોવા મળ્યા હતા.

Image - Socialmedia

આરતી સિંહના લગ્નમાં ભાઈ ક્રિશ્ના સિંહ અને તેની પત્નીએ પણ રંગ જમાવ્યો હતો બન્ને કપલ ખુબ સુંદર લાગી રહ્યા હતા.

Image - Socialmedia

આ દરમિયાન, કોમેડિયન-એક્ટર કપિલ શર્મા, અર્ચના પૂરણ સિંહ અને રાજીવ ઠાકુર સાથે આરતીના લગ્નમાં પહોચ્યાં હતા.

Image - Socialmedia