Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પાસે સોનુ અને જરઝવેરાત મળીને કુલ કેટલી છે સંપતિ? -વાંચો

ભાજપે પોરબંદરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે જેની સામે કોંગ્રેસે લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક પર ભારે રસાકસી જોવા ન મળે તો જ નવાઈ. ભાજપના આ ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભરતા પહેલા આપેલા સોગંદનામા મુજબ તેમની પાસેની મિલકતની વિગતો અહીં વાંચી શકશો.

Mina Pandya
| Edited By: | Updated on: Apr 17, 2024 | 2:56 PM
મનસુખ માંડવિયાએ રજૂ કરેલ એફિડેવિટ મુજબ  તેમની પાસે 6 કરોડ 88 લાખ 70 હજારની મિલકત છે. જ્યારે તેમના પત્ની પાસે 2 કરોડ 52 લાખ છે. બંનેની કુલ મળીને 9 કરોડ 40 લાખ 76 હજાર મિલક્ત છે.

1 / 6
મનસુખ માંડવિયા પાસે રહેલી હાથ પરની રોકડની જો વાત કરીએ તો તેમની પાસે 86,500 રૂપિયા છે. જ્યારે તેમની પત્ની પાસે આશરે 240200 રૂપિયા છે.

2 / 6
બેંકમાં જમા થાપણની જો વાત કરવામાં આવે તો માંડવિયા પાસે ગાંધીનગર SBIમાં 347220.00 છે જ્યારે દિલ્હી SBIમાં 7,15,746 છે. પોરબંદર SBIમાં કરન્ટ ખાતામાં 99,823 છે. જ્યારે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાલિતાણામાં 3,56,502 રૂપિયા છે.

3 / 6
મનસુખ માંડવિયા પાસે પોતાની માલિકીનુ કોઈ વાહન નથી.

4 / 6
 સોના-ચાંદી ઝવેરાતની વિગતો અંગે માંડવિયાએ સોગંદનામામાં જણાવ્યુ છે કે તેમની પાસે સોના-રૂપાની લગડીઓ અને કિમતી વસ્તુઓ મળીને 5,96,800 રૂપિયાની મિલ્કત છે. તેમની પાસે આશરે 100 ગ્રામ જેટલુ સોનુ છે. તેમના પત્ની પાસે વારસાઈનું મળીને 500 ગ્રામ અંદાજિત સોનુ છે.

5 / 6
માંડવિયા પાસે હાથ પરની રોકડ સોનુ ચાંદી, બેંકની થાપણ સહિતની કુલ મળીને 1, 65, 45, 509 રૂપિયાની મિલક્ત છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">