Ratan Tata: રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ ‘મિસ્ટ્રી મેન’ના નામે 500 કરોડ રૂપિયા !
રતન ટાટાએ તેમની વસિયતમાં એક "મિસ્ટ્રી મેન" નામે 500 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છોડી દીધી છે. કહેવાય છે કે રતન ટાટા સાથે આ મિસ્ટ્રી મેનનો સંબંધ લગભગ 60 વર્ષ જૂનો છે. જો કે આ મામલે કોઈના તરફથી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પણ કોણ છે તે વ્યક્તિ ચાલો જાણીએ

તાજેતરમાં રતન ટાટાનું વિલ ખોલવામાં આવ્યું હતું. આ વિલ સામે આવ્યા બાદ અનેક ખુલાસા થઈ રહ્યા છે. જેના વિશે લોકોને ખબર પણ ન હતી. હવે જે ખુલાસો થયો છે તે સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ ટાટા પરિવાર માટે પણ ચોંકાવનારો છે. રતન ટાટાએ તેમની વસિયતમાં એક "મિસ્ટ્રી મેન" નામે 500 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છોડી દીધી છે. કહેવાય છે કે રતન ટાટા સાથે આ મિસ્ટ્રી મેનનો સંબંધ લગભગ 60 વર્ષ જૂનો છે. જો કે આ મામલે કોઈના તરફથી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પણ કોણ છે તે વ્યક્તિ ચાલો જાણીએ

જે મિસ્ટ્રી મેનના નામે રતન ટાટાએ રૂ. 500 કરોડની સંપત્તિ લખી છે તે મૂળ જમશેદપુરના ટ્રાવેલ સેક્ટરના બિઝનેસમેન મોહિની મોહન દત્તા છે. ટાટા પરિવારના સભ્યો પણ વિલ જોઈને ખૂબ જ ચોંકી ગયા હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર, દત્તા અને તેમના પરિવારની માલિકીની ટ્રાવેલ એજન્સી સ્ટેલિયન, જે 2013 માં તાજ ગ્રુપ ઓફ હોટેલ્સના ભાગ, તાજ સર્વિસીસ સાથે મર્જ કરવામાં આવી હતી. મોહિની દત્તા અને તેના પરિવાર પાસે 80% સ્ટેલિયનની માલિકી હતી, અને બાકીની માલિકી ટાટા ઇન્ડસ્ટ્રીઝની હતી. તેમણે થોમસ કૂકની ભૂતપૂર્વ પેટાકંપની ટીસી ટ્રાવેલ સર્વિસીસના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે.

રતન ટાટાના જીવનને નજીકથી જાણતા લોકોએ કહ્યું કે દત્તા લાંબા સમયથી સહયોગી રહ્યા છે અને પરિવારના સભ્યો સહિત તેમની નજીકના લોકો તેમને ઓળખતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મોહિની દત્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વિલના અમલકર્તાઓ, રતન ટાટાની સાવકી બહેનો શિરીન અને દિના જેજીભોયે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. દત્તાની બે દીકરીઓમાંથી એક ટાટા ટ્રસ્ટમાં 2024 સુધી 9 વર્ષ કામ કરતી હતી. આ પહેલા તે તાજ હોટલમાં કામ કરી ચૂકી છે.

ટાટા જૂથના સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દત્તા પોતાને ટાટા પરિવારના સભ્યોની નજીક માને છે. ઓક્ટોબર 2024 માં રતન ટાટાના અંતિમ સંસ્કાર સમયે, દત્તાએ મીડિયામાં ટાંકીને કહ્યું હતું કે તેઓ અને રતન ટાટા પ્રથમ વખત જમશેદપુરની ડીલર્સ હોસ્ટેલમાં મળ્યા હતા, જ્યારે રતન ટાટા 24 વર્ષના હતા. તેમણે કહ્યું, "તેમણે મને મદદ કરી અને ખરેખર મને વાસ્તવીક રીતે તૈયાર કર્યા," તેમણે એ પણ કહ્યું કે તેઓ એકબીજાને 60 વર્ષથી ઓળખે છે. ડિસેમ્બર 2024માં મુંબઈમાં NCPA ખાતે યોજાનારી RNTની જયંતી ઉજવણી માટે પણ દત્તાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રતન ટાટાની મોટાભાગની સંપત્તિ ધર્મદા કાર્યો માટે સમર્પિત કરવામાં આવી છે. તે સમજી શકાય છે કે તેમની સાવકી બહેનો, જેમને લાભાર્થી તરીકે નામ આપવામાં આવ્યું હતું, તેઓએ પણ તેમનો હિસ્સો દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ રહસ્ય ખુલ્યા બાદ ટાટા ગ્રુપમાં ખૂબ જ ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમના છેલ્લા વર્ષોમાં, રતન ટાટાએ તેમની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો આપવા માટે બે સંસ્થાઓ – રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ –ની સ્થાપના કરી હતી. વિવિધ અંદાજો અનુસાર, તેમની પાસે ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 0.83 ટકાનો સીધો હિસ્સો હતો અને તેમની નેટવર્થ આશરે રૂ. 8,000 કરોડ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર રતન ટાટાની સંપત્તિ જણાવવામાં આવેલા આંકડા કરતા ઘણી વધુ હોવાનો અંદાજ છે. ટાટા સન્સમાં શેરો ઉપરાંત, રતન ટાટા પાસે ફેરારી અને માસેરાતી, મોંઘા ચિત્રો, સ્ટાર્ટઅપ્સમાં શેર અને અન્ય રોકાણો સહિત લક્ઝરી કારનો કાફલો પણ છે, એમ તેમણે જણાવ્યું હતું. રતન ટાટા એસોસિએટ્સ, સંસ્થા કે જે રતન ટાટાના વ્યક્તિગત રોકાણોની દેખરેખ રાખે છે.
રતન ટાટા દેશનાં સૌથી સફળ ઉદ્યોગપતિમાના એક છે. રતન ટાટાના નિધન બાદ હવે તેમની વસિયતને લઈને મોટા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે તે અંગેના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































