એશિયાનું આ ગામ છે સૌથી ધનિક ! દરેક પાસે આલીશાન હવેલી છે અને બેંક બેલેન્સ જાણશો તો ચોંકી જશો
ભારતમાં એક ગામ એવું છે કે જેને એશિયાનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે. અહીં 18 બેંકોમાં હજારો કરોડ રૂપિયા જમા છે. આટલું જ નહીં, અહીં રહેતા દરેક સ્થાનિક પાસે આલીશાન હવેલી છે.

ભારતમાં ઘણા સમૃદ્ધ ગામો છે કે જે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. એવામાં શું તમે જાણો છો કે ભારતનું કયું ગામ એશિયામાં સૌથી ધનિક છે? જો ના, તો ચાલો જાણીએ કે એશિયાનું સૌથી ધનિક ગામ કયું છે.

તો જણાવી દઈએ કે, ભારતના કચ્છ જિલ્લાનું માધાપર ગામ આખા એશિયાનું સૌથી ધનિક ગામ માનવામાં આવે છે. અહીંની સમૃદ્ધિ બીજા શહેરો કરતાં જરાય પણ ઓછી નથી. માધાપર ગામના લોકોએ બેંકોમાં લગભગ 7000 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ જમા કરાવી છે.

આ ગામમાં 17 મોટી બેંકો છે અને એમાંય ઘણી બધી બેંકો અહીં પોતાની શાખાઓ ખોલવા માંગે છે. આમ જોવા જઈએ તો, આટલી બધી બેંકો ફક્ત એક શહેરમાં જ જોવા મળે છે.

અહીંયા ગામની વસ્તી આશરે 32,000 જેટલી છે, જેમાં મોટાભાગના લોકો પટેલ સમુદાયના છે. આ ગામના દરેક ઘરમાં સુખ સમૃદ્ધિ અને આધુનિકતા સ્પષ્ટપણે દેખાય છે.

ગામમાં લગભગ 20,000 ઘરો છે અને લગભગ 1,200 જેટલા પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. મોટાભાગના લોકો આફ્રિકા, અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.

વિદેશમાં સ્થાયી થયેલા લોકો દર વર્ષે ભારતીય બેંકોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. ખાસ વાત તો એ કે, તેઓ વિદેશમાં હોવા છતાં પણ ગામ સાથે જોડાયેલા છે જે ખરેખરમાં એક ગર્વની વાત કહેવાય.

ખાસ કરીને આફ્રિકી દેશોમાં બાંધકામના વ્યવસાયમાં તેમનું મોટું યોગદાન છે, જેના કારણે તેઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. ગામમાં આલીશાન હવેલીઓ, શાળાઓ, તળાવો અને ભવ્ય મંદિરો છે. આ સાથે જ પાણી, રસ્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તેવી મૂળભૂત સુવિધાઓ પણ છે.

ગ્રામ્ય બેંકના મેનેજર કહે છે કે, અહીંના લોકોએ ફિક્સ ડિપોઝિટ થકી આ ગામને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. માધાપર ગામે સાબિત કર્યું છે કે, જો વિચાર મોટા હોય તો કોઈપણ ગામ શહેરથી આગળ નીકળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ ખાતરી આપતું નથી.)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..






































































