Health Tips: દરરોજ આ કઠોળનું સેવન કરશો તો ક્યારે દવાખાને જવાની જરુર નહિ પડે, આયુર્વેદમાં આ કઠોળનું છે વિશેષ મહત્વ
આયુર્વેદમાં મગની દાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે, મગની દાળને દરરોજ આહારમાં સામેલ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાકાહારી લોકોને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે વધુ ને વધુ કઠોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. મગની દાળ આ કઠોળમાંથી એક છે, જે આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

અનેક પોષક તત્વોથી ભરપુર હોવાની સાથે મગ પાચન માટે પણ ખુબ સારા છે. આર્યુર્વેદમાં તેને સાત્વિક ભોજન માનવામાં આવે છે. મગની દાળ આયરન, પોટેશિયમ,એન્ટીઑકિસડન્ટથી ભરપુર હોય છે.

તમને જણાવી દઈએ કે, મગની દાળ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. જે શરીરના કોલોસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. મગની દાળ લિવર માટે પણ ખુબ સારી માનવામાં આવે છે.

ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે મદદગાર થાય છે. મગની દાળના પાઉડરને ચેહરા પર પેક રુપે લગાડવાથી સ્કિન ચમકીલી બની જાય છે.

સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકો કેમિકલ સાબુના વિકલ્પ તરીકે મગની દાળના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગની દાળના પાઉડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.