AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Doval Education: અજિત ડોભાલનું બાળપણ લશ્કરી તાલીમમાં વીત્યું, IPS ઓફિસરથી બન્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કોઈ પરિચયની જરૂર નથી. આજે એટલે કે 20 જાન્યુઆરીએ અજીત ડોભાલનો 77મો જન્મદિવસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 2:20 PM
Share
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને (NSA Ajit Doval) કોઈ પરિચયની જરૂર નથી. આજે એટલે કે 20 જાન્યુઆરીએ અજીત ડોભાલનો 77મો જન્મદિવસ છે. સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ડ ગણાતા અજીત ડોભાલને ભારતીય જેમ્સ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની દેશભક્તિ લાખો યુવાનો માટે પ્રેરણાદાયી છે. અહીં આપણે તેના અભ્યાસ અને કારકિર્દી પર એક નજર કરીએ.

1 / 6
અજીત ડોભાલનો જન્મ 20 જાન્યુઆરી 1945ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ અજમેરની મિલિટરી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. શાળાના દિવસોથી જ તેને સેનાની શિસ્તની સમજ છે. શાળા પૂર્ણ કર્યા પછી, તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી તેણે આઈપીએસની તૈયારી શરૂ કરી.

2 / 6
સખત મહેનતના બળ પર તેઓ કેરળ કેડરમાંથી 1968 માં IPS માટે પસંદ થયા. IPS અધિકારી ડોભાલ 1972માં ગુપ્તચર એજન્સી RAWમાં જોડાયા હતા. તેમણે 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં અંડર કવર એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું. ઈન્ડિયન એરલાઈન્સનું પ્લેન 1999માં હાઈજેક થયું હતું. બાદમાં તેને કંદહાર લઈ જવામાં આવ્યું હતું. તે સમયે અજીત ડોભાલે તાલિબાન સાથેની વાતચીતમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

3 / 6
વર્ષ 2005માં એક તીક્ષ્ણ ગુપ્તચર અધિકારી તરીકે સ્થાપિત અજીત ડોભાલ ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા. આ પછી વર્ષ 2009માં અજીત ડોભાલ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ બન્યા. આ દરમિયાન તે ન્યૂઝ પેપરમાં લેખ પણ લખતા હતા.

4 / 6
30 મે 2014 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજીત ડોભાલને દેશના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. અગાઉ શિવશંકર મેનન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. અજિત ડોભાલ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

5 / 6
ઉત્તરાખંડના એક સાધારણ ગઢવાલી પરિવારમાં જન્મેલા અજિત ડોભાલને હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, શ્રીનગર દ્વારા 7મા કોન્વોકેશનના અવસર પર માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">