Airtel Recharge Plan: કંપનીએ લોન્ચ કર્યા 3 નવા પ્લાન ! ડેટા-કોલિંગની સાથે મળશે ઘણા લાભ
એરટેલે પ્રીપેડ યુઝર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે, નવા પ્લાનમાં ફક્ત ડેટા, કોલિંગ અને SMS જ નહીં પરંતુ 25 થી વધુ OTTનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. કયા પ્લાન સાથે, કેટલા દિવસની વેલિડિટી અને કયા ફાયદા આપવામાં આવી રહ્યા છે? ચાલો જાણીએ.

એરટેલે પ્રીપેડ યુઝર્સ માટે ઓલ-ઇન-વન એન્ટરટેઈનમેન્ટ પેક લોન્ચ કર્યો છે, આ નવા પ્લાનમાં ડેટા, કોલિંગ અને SMS સાથે OTT એપ્સની મફત ઍક્સેસ મળશે.

આ સિવાય 25 થી વધુ OTT પ્લેટફોર્મની ઍક્સેસ આપતા આ પ્લાનની કિંમત 279 રૂપિયાથી શરૂ થાય છે. ચાલો તમને જણાવીએ કે દરેક પ્લાનની કિંમત કેટલી છે અને આ પ્લાન કયા ફાયદા આપે છે?

Airtel 279 Plan: 279 રૂપિયાના એરટેલ પ્લાન સાથે એક મહિનાની વેલિડિટી આપવામાં આવી રહી છે, આ પ્લાન સાથે 750 રૂપિયાના લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની ઍક્સેસ આપવામાં આવી રહી છે. જો તમે આ પ્લાન ખરીદો છો, તો તમને 1 મહિના માટે બધા ડિવાઇસ પર Netflix Basic, 1 મહિના માટે JioHotstar Super, Sony Liv, G5 Premium, Lionsgate Play, SunNext, Ironau જેવા 25 થી વધુ OTTનો લાભ આપવામાં આવી રહ્યો છે. OTT એપ્સ ઉપરાંત, તમને 1 GB હાઇ સ્પીડ ડેટાનો લાભ પણ મળશે, ડેટા સમાપ્ત થયા પછી, પ્રતિ MB 50 પૈસા ચાર્જ કરવામાં આવશે.

Airtel 598 Plan: આ એરટેલ પ્રીપેડ પ્લાન સાથે, દરરોજ 2 GB હાઇ સ્પીડ 5G ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને 100 SMS આપવામાં આવશે.

આ પ્લાન સાથે, તમને Jio Hotstar Super, Netflix Basic, Airtel Extreme Play Premium ની સાથે 22 થી વધુ OTT એપ્સ અને મફત હેલોટ્યુનનો લાભ મળશે. અહીં એક વાત નોંધનીય છે કે 598 રૂપિયા ખર્ચ્યા પછી પણ, ફક્ત 28 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.

Airtel 1729 Plan: આ એરટેલ પ્રીપેડ પ્લાન દરરોજ 100 SMS, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 2 GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરે છે.

આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે તેમજ આ પ્લાનમાં Netflix Basic, Extreme Play Premium ની સાથે 22 થી વધુ OTT અને Jio Hotstar Super જેવી એપ્સનો મફત એક્સેસ પણ આપવામાં આવે છે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
