Ahmedabad Plane Crash : પાયલોટે પ્લેન ક્રેશ પહેલા ‘Mayday’જ કેમ કહ્યુ,’Pan-Pan’ કેમ નહીં ? જાણો Pan-Pan કઇ સ્થિતિમાં બોલાય છે
12 જુન 2025ના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટના સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે. આ ઘટનામાં 270થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આ ઘટના બાદ સમાચારોમાં AI 171 ઉડાવનાર પાયલોટના છેલ્લા શબ્દ 'મેડે..મેડે' ખૂબ જ જાણીતા થઇ ગયા છે, પણ શું તમે જાણો છો મેડે મેડે સિવાય પણ એક શબ્દ છે. જે ઇમરજન્સીની સ્થિતિમાં જ વપરાય છે. જે શબ્દ પેન છે, પણ સુમિત સબરવાલે પેન પેન બોલવાની જગ્યાએ મેડે મેડે જ કેમ કહ્યુ એ અમે તમને જણાવીશું.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના દુનિયાભરમાં એવિએશન સેક્ટરના ઇતિહાસમાં બનેલી સૌથી ગંભીર ઘટના છે. ડ્યુઅલ એન્જિન ધરાવતુ પ્લેન ટેકઓફના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગયુ હતુ.આ પ્લેન ક્રેશ પહેલા AI 171 ઉડાવનાર પાયલોટ સુમિત સબરવાલે ATCને (Air Traffic) સંદેશ મોકલ્યો હતો.

પ્લેન ક્રેશ પહેલા પાયલટ દ્વારા ATCને અંતિમ સંદેશ મોકલવામાં આવ્યો હતો. પાયલોટ સુમિત સભરવાલના છેલ્લા શબ્દો મેડે, મેડે, મેડે... થ્રસ્ટ નથી મળી રહ્યું એવો સંદેશ મોકલ્યાનું સામે આવ્યુ છે. આ સાથે જ સુમિતે બીજા પણ થોડા શબ્દો કહ્યા હતા.

સંદેશમાં તે બોલી રહ્યા છે કે 'મેડે, મેડે, મેડે... થ્રસ્ટ નથી મળી રહ્યું. પાવર ઓછો થઈ રહ્યો છે, પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ.' જો કે પાયલોટ પ્લેનમાં કોઇ સમસ્યા આવે ત્યારે પહેલી સ્થિતિમાં પેન પેન કહે છે, મેડે મેડે નહીં. અમે તમને જણાવીશું કે આ પેન પેન કઇ સ્થિતિમાં કહેવામાં આવે છે.

"પેન-પેન" એ એક આંતરરાષ્ટ્રીય કટોકટી રેડિયો કોલ છે જેનો ઉપયોગ ઉડ્ડયન અને દરિયાઈ ક્ષેત્રમાં થાય છે. તેનો ઉપયોગ "મેડે" કોલ કરતા ઓછી ગંભીર પરિસ્થિતિ માટે થાય છે. "પેન-પેન" નો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ તાત્કાલિક ભય ન હોય, પરંતુ ક્રૂને મદદની જરૂર હોય, જેમ કે તકનીકી નિષ્ફળતા અથવા તબીબી કટોકટી.

"પેન-પેન" શબ્દ ફ્રેન્ચ શબ્દ "panne" પરથી આવ્યો છે, જેનો અર્થ "નિષ્ફળતા" અથવા "સમસ્યા" થાય છે. આ "મેડે" થી અલગ છે, જેનો ઉપયોગ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ, જેમ કે વિમાન દુર્ઘટના અથવા જીવલેણ કટોકટીનું વર્ણન કરવા માટે થાય છે.

"પેન-પેન" અને "મેડે" વચ્ચેનો તફાવત: મેડે ખૂબ જ ગંભીર કટોકટી માટે વપરાય છે, જેમ કે વિમાન દુર્ઘટના, આગ, અથવા અન્ય જીવલેણ પરિસ્થિતિ.

પેન-પેન ઓછી ગંભીર પરિસ્થિતિ માટે વપરાય છે, જેમ કે ટેકનિકલ ખામી, તબીબી કટોકટી, અથવા અન્ય સમસ્યા જેને મદદની જરૂર હોય છે પરંતુ તાત્કાલિક ભય નથી.ઉદાહરણ તરીકે પ્લેનમાં કોઇ પ્રસુતાને અચાનક જ લેબર પેઇન શરુ થવુ, અથવા તો કોઇને અચાનક જ છાતીમાં દુખાવો થવો.

જો કોઈ વિમાનને એન્જિનમાં સમસ્યા હોય પરંતુ તે હજુ પણ ઉડાન ભરી શકે છે, તો પાઇલટ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરવા અને મદદ કરવા માટે તૈયાર રહેવા માટે "પેન-પેન" પર કૉલ કરી શકે છે

"પેન-પેન" એ ઉડ્ડયન અને દરિયાઈ ક્ષેત્રમાં વપરાતો એક મહત્વપૂર્ણ કટોકટી કૉલ છે. તેનો ઉપયોગ "મેડે" કરતા ઓછી ગંભીર પરિસ્થિતિ માટે થાય છે પરંતુ તેને મદદની જરૂર તો હોય છે જ, જેનાથી ક્રૂ સુરક્ષિત રહી શકે.
